શું Apple Watch bandથી થઇ રહ્યું છે કેન્સર? ટેક કંપનીએ આપી આ સ્પષ્ટતા
આ કેમિકલ્સ જેને ફોરએવર કેમિકલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેમિકલ્સ પર્યાવરણ અને માનવ શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેક કંપનીઓમાંની એક Apple પર એક ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કંપનીના સ્માર્ટવોચ બેન્ડમાં PFAS (Perfluoroalkyl और Polyfluoroalkyl substances) જેવા ખતરનાક રસાયણો મળી આવ્યા છે. આ કેમિકલ્સ જેને ફોરએવર કેમિકલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેમિકલ્સ પર્યાવરણ અને માનવ શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
PFAS ના જોખમો
PFAS અનેક ગંભીર રોગો સાથે સંકળાયેલા છે, જેમાં કેન્સર, જન્મજાત ખામીઓ, પ્રજનન સમસ્યાઓ અને કિડની અને પ્રોસ્ટેટ કેન્સર જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. એક અભ્યાસમાં 22 અલગ અલગ કંપનીઓના વોચ બેન્ડ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી 15 બેન્ડમાં આ હાનિકારક રસાયણો મળી આવ્યા હતા. આનો ઉપયોગ ઉત્પાદનોને ટકાઉ અને પાણી પ્રતિરોધક બનાવવા માટે થાય છે, પરંતુ તે માનવ અને પર્યાવરણ બંને માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
એપલ પર આરોપ અને કંપનીની સ્પષ્ટતા
એક મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો છે કે એપલે તેના વોચ બેન્ડ્સમાં આ ખતરનાક રસાયણોની હાજરી વિશેની માહિતી છૂપાવી હતી. આ વોચ બેન્ડ્સ “Ocean,” “Nike Sport,” અને “Sport” સીરિઝના છે. એપલનું કહેવું છે કે તેના વોચ બેન્ડ્સ ફ્લોરોઇલાસ્ટોમર નામના મટિરિયલથી બનેલા છે, જે સલામત છે અને આરોગ્ય ધોરણો અનુસાર છે. કંપનીએ પુષ્ટી આપી છે કે આ બેન્ડ્સ સુરક્ષિત છે, પરંતુ આ દાવાઓને મુકદ્દમામાં પડકારવામાં આવ્યા છે.
હેલ્થ-ટ્રેકિંગ ડિવાઇસથી સ્વાસ્થ્યને ખતરો
એપલ વોચ જેવી ડિવાઇસને સ્વાસ્થ્ય સુધારણા અને ફિટનેસ ટ્રેકિંગ માટે બનાવવામાં આવેલ છે પરંતુ જો તેમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે તો તે ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. આ બાબત ટેક કંપનીઓની જવાબદારી અને પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરે છે. આવા આરોપો માત્ર ગ્રાહકોનો વિશ્વાસ જ નબળો પાડી શકતા નથી પરંતુ કંપનીઓની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડી શકે છે. ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે એપલ અને અન્ય ટેક કંપનીઓ તેમના ઉત્પાદનોની સામગ્રી અને સુરક્ષાને પ્રાથમિકતા આપે તે ખૂબ જ જરૂરી છે.
Tech: વાર્ષિક ડેટા માટે કયો પ્લાન સસ્તો પડશે, અહીં જાણો Jio થી લઇને Airtel અને Vi ની કમ્પેરિઝન...





















