શોધખોળ કરો
WhatsApp Web માટે જાહેર થયું બાયોમેટ્રિક સિક્યોરિટી લેયર, જાણો કઈ રીતે કામ કરશે ?
WhatsApp Webમાં હાલમાં ક્યૂઆર કોડ સ્કેન કરીને લોગિન કરવામાં આવે છે, પરંતુ વધારાની સિક્યોરિટી માટે ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ સેન્સરનો સપોર્ટ આપવામાં આવ્યું છે.
![WhatsApp Web માટે જાહેર થયું બાયોમેટ્રિક સિક્યોરિટી લેયર, જાણો કઈ રીતે કામ કરશે ? WhatsApp Adds Biometric Security Layer for Web WhatsApp Web માટે જાહેર થયું બાયોમેટ્રિક સિક્યોરિટી લેયર, જાણો કઈ રીતે કામ કરશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/28233008/whatsapp-web.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીર- WhatsApp
નવી પ્રાઈવસી પોલિસીના વિવાદ બાદ ફેસબુકના માલિકીની કંપની WhatsApp હવે સિક્યોરિટી પર વધારે ધ્યાન આપી રહી છે. WhatsApp Web સિક્યોરિટી માટે કંપનીએ હવે ફેસ અનલૉક અને ફિંગરફ્રિન્ટ સેન્સર સપોર્ટ ફિચર જાહેર કર્યું છે. આ ફિચર્સ પહેલા એપ વર્ઝન માટે જ હતું.
WhatsApp Webમાં હાલમાં ક્યૂઆર કોડ સ્કેન કરીને લોગિન કરવામાં આવે છે, પરંતુ વધારાની સિક્યોરિટી માટે ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ સેન્સરનો સપોર્ટ આપવામાં આવ્યું છે.
નવા અપડેટ બાદ WhatsApp Web ના ઉપયોગ માટે પહેલા યૂઝરે ક્યૂઆર કોડ સાથે સ્કેન કરવું પડશે અને તેના બાદ ડિવાઈઝને લિંક કરવું પડશે. ડિવાઈસ લિંક તરીકે તમારે ફેસ આઈડી કે ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરવો પડશે.
કંપનીએ કહ્યું કે, બાયોમેટ્રિક ડીટેલ સ્ટોર નહીં કરે. સાથે જ વ્હોટ્સએપે એ પણ કહ્યું કે, બાયોમેટ્રિક ડિટેલથી યૂઝર્સના ફોનનું એક્સેસ નહીં લેવામાં આવે. હાલમાં આ ફીચર કેટલાક યૂઝર્સ માટે જ છે, જેની ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ જલ્દીજ તેને તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)