WhatsAppના એન્ડ્રોઇડ વર્ઝનમાં આવ્યુ ધાંસૂ અપડેટ, વધારે ચેટ કરતાં હોય તો જાણી લો.....
રિપોર્ટ્સ અનુસાર, આ ચેટ સંબંધિત સમસ્યાને અસ્થાયી રૂપે ઠીક કરવાનો એકમાત્ર રસ્તો વૉટ્સએપને બંધ કરીને ફરીથી ઓપન કરવાનો હતો
WhatsApp, Android Beta: વૉટ્સએપ (WhatsApp) પોતાના યૂઝર્સને એક પછી એક નવા નવા અપડેટ આપતુ રહે છે અને સાથે સાથે કેટલાક ફ્રેશ ફિચર્સ પણ રૉલઆઉટ કરતું રહે છે. હવે વૉટ્સએપ મેસેન્જર યૂઝર્સને આગામી દિવસોમાં ચેટ સંબંધિત સમસ્યામાંથી રાહત મળવા જઈ રહી છે. પેરેન્ટ કંપની મેટાની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મે એન્ડ્રોઇડ બીટા (Android Beta) પર ચેટ સૉર્ટિંગ સમસ્યાઓને ઉકેલવા માટે બગ-ફિક્સ અપડેટ રિલીઝ કર્યું છે. WABetaInfo એ અહેવાલ આપ્યો છે કે સમસ્યાને કારણે જ્યારે નવો મેસેજ મળે છે ત્યારે પ્લેટફોર્મ ચેટ લિસ્ટને ફ્રેશ કરતું નથી અને લેટેસ્ટ મેસેજ સાથે ચેટની ટોચ પર આવતું નથી.
પહેલા આ એકમાત્ર રીત હતી -
રિપોર્ટ્સ અનુસાર, આ ચેટ સંબંધિત સમસ્યાને અસ્થાયી રૂપે ઠીક કરવાનો એકમાત્ર રસ્તો વૉટ્સએપને બંધ કરીને ફરીથી ઓપન કરવાનો હતો. જોકે, આમ કર્યા પછી પણ સમસ્યા ફરી આવવાની શક્યતા છે. IANSના સમાચાર અનુસાર, કેટલીય યૂઝર્સે જોયું કે ગૂગલ પ્લે સ્ટૉરની ઓટો-ડાઉનલૉડ (Google Play Store) સેટિંગ્સને કારણે અપડેટ ઓટૉમેટિક ઇન્સ્ટૉલ થઈ ગયું હતું.
વૉટ્સએપ બીટા એક બગ-ફિક્સ અપડેટ છે-
રિપોર્ટ અનુસાર, હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે Android વર્ઝન 2.23.16.7 માટે WhatsApp બીટા એ બગ-ફિક્સ અપડેટ છે જે ચેટની સમસ્યાને ઠીક કરે છે, જેથી તમે સમસ્યાનો અનુભવ કર્યા વિના WhatsAppનો ઉપયોગ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે WhatsApp એ એન્ડ્રોઇડ બીટામાં (Android Beta) ઇમોજી કીબોર્ડ ક્રેશને સંબોધવા માટે બગ-ફિક્સ અપડેટ બહાર પાડ્યું હતું. પ્લેટફોર્મને કનેક્ટિવિટી સમસ્યાઓના કારણે ભારત સહિત વૈશ્વિક આઉટેજનો સામનો કરવો પડ્યો, જે લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો.
યૂઝર્સને થઇ હતી ખુબ પરેશાન -
આઉટેજ મૉનિટર વેબસાઇટ DownDetector કહે છે કે 61 ટકા લોકોએ મેસેજ મોકલતી વખતે 35 ટકા એપનો ઉપયોગ કરતી વખતે અને 4 ટકા લોકોએ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે સમસ્યાઓની જાણ કરી હતી. ગયા મહિને મેસેજિંગ પ્લેટફોર્મને વૈશ્વિક આઉટેજનો સામનો કરવો પડ્યો હતો જે લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો. કેટલાક યૂઝર્સ પોતાના મોબાઇલ અને ડેસ્કટૉપ ડિવાઇસીસ પર પ્લેટફોર્મ (WhatsApp) નો ઉપયોગ કરવામાં અસમર્થ હતા, જ્યારે અન્યને મીડિયા મોકલવામાં અને ડાઉનલૉડ કરવામાં સમસ્યા હતી.