WhatsAppએ 18 લાખ એકાઉન્ટ કરી દીધા બ્લોક, ચેક કરી લો ક્યાક તમારુ એકાઉન્ટ તો નથી ને...
WhatsApp Accounts Banned: વોટ્સએપ(WhatsApp) યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો જાણી લો કે ક્યાક તમારું એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું નથી ને.
WhatsApp Accounts Banned: વોટ્સએપ(WhatsApp) યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો જાણી લો કે ક્યાક તમારું એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું નથી ને. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં કંપનીએ ભારતમાં લગભગ 18.05 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવું આ પ્લેટફોર્મ પર વપરાશકર્તાની મળેલી ફરિયાદો અને સેવાની શરતોના ઉલ્લંઘનને રોકવા માટે આંતરિક વ્યવસ્થા હેઠળ કરવામાં આવ્યું છે.
અહેવાલ જારી કરવામાં આવ્યો
સોશિયલ મીડિયા કંપનીના માસિક રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. ગયા વર્ષે અમલમાં આવેલા નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમો હેઠળ, 50 લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા જરૂરી હોય છે. આ રિપોર્ટમાં ફરિયાદો અને તેના પર લેવાયેલી કાર્યવાહીની વિગતો હોય છે.
+91 ફોન નંબર પરથી ભારતીય ખાતાઓની ઓળખ કરવામાં આવી
તાજેતરના અહેવાલ પ્રમાણે એકથી 31 માર્ચ, 2022ની વચ્ચે વોટ્સએપએ 18.05 લાખ ભારતીય ખાતાની દૂર ઉપયોગની જાણકારી સામે આવ્યા બાદ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતીય ખાતાની ઓળખ +91 ફોન નંબર પરથી કરવામાં આવી છે.
18 લાખ ખાતાઓ પર પ્રતિબંધ
વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, જેમ કે તાજેતરના માસિક રિપોર્ટમાં ઉલ્લેખ છે, કંપનીએ માર્ચ મહિનામાં 18 લાખથી વધુ ખાતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોંધનિય છે કે મેટાની માલિકીવાળી વોટ્સએપએ ફેબ્રુઆરીમાં 14.26 લાખ ભારતીય ખાતા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ફેબ્રુઆરીમાં 14.26 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા હતા
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં WhatsApp દ્વારા 14.26 લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે, 335 ફરિયાદ અહેવાલો પ્રાપ્ત થયા હતા અને 21 ખાતાઓ પર એક્શન લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પ્રાપ્ત થયેલા કુલ અહેવાલોમાંથી 194 પ્રતિબંધની અપીલ સાથે સંબંધિત હતા, જ્યારે અન્ય એકાઉન્ટ સપોર્ટ, પ્રોડક્ટ સપોર્ટ અને સેફ્ટીની કેટેગરીમાં હતા.