શોધખોળ કરો
Advertisement
WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર, આવતી કાલથી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વોટ્સએપ
Android 2.3.7 વર્ઝન પર ચાલનાર સ્માર્ટફોન્સ અથવા તેનાથી નીચેના વર્ઝન વાળા સ્માર્ટફોન્સમાં વોટ્સએપનું સપોર્ટ બંધ થઈ જશે.
નવી દિલ્હીઃ 31 ડિસેમ્બર 2019થીકેટલાક સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. કંપનીએ તેની જાહેરાત પહેલા જ કરી દીધી છે. જો તમે પણ જૂનો સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમે આજે જ તેને અપગ્રેડ કરાવી લો.
ફેસબુકની કંપની WhatsAppએ FAQ પેજ અપડે કરીને તેમાં એવા સ્માર્ટફોન્સ વિશે જાણકારી આપી છે જેમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. તેમાં Android, iOS અને Windows ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન્સ છે.
ઉલ્લેખનીય છે કે, વોટ્સએપએ આ વર્ષે 1 જુલાઈથી Windows Phone માટે અપડેટ આપવાનું બંધ કરી દીધું હતું. થોડાં સમય પહેલાં જ વોટ્સએપએ જણાવ્યું હતું કે, વિન્ડોઝ ફોનના યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરવા માગે છે તો ફોન બદલી દે. 31 ડિસેમ્બરથી વોટ્સએપ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું બંધ કરી દેશે.
Android 2.3.7 વર્ઝન પર ચાલનાર સ્માર્ટફોન્સ અથવા તેનાથી નીચેના વર્ઝન વાળા સ્માર્ટફોન્સમાં વોટ્સએપનું સપોર્ટ બંધ થઈ જશે. આગામી વર્ષ એટલે કે 2020થી યૂઝર્સ તેમાં વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. કંપનીએ કહ્યું કે, આ ફોનથી યૂઝર્સ વોટ્સએપ એકાઉન્ટ નહીં બનાવી શકે.
કંપનીએ આપેલી જાણકારી અનુસાર, Windows ઓપરેટિંગ સિસ્ટમવાળા તમામ સ્માર્ટપોન્સ, iOS 8 અથવા તેનાથી નીચેના વર્ઝનવાળા આઈફોન અથવા આઈપેડ અને Android version 2.3.7 અથવા તેનાથી નીચેના વર્ઝનવાળા સ્માર્ટફોનમાં 31 ડિસેમ્બરથી વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion