WhatsApp પર આ યુઝર્સને મળશે અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ, થર્ડ પાર્ટી ચેટ ફીચર થયું લાઇવ
WhatsApp:WhatsAppમાં અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ આવનારા સમયમાં આવશે
WhatsApp Third Party Chat Feature: WhatsAppમાં અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ આવનારા સમયમાં આવશે. હાલમાં આ અપડેટ iOS બીટા ટેસ્ટર્સ દ્વારા પ્રાપ્ત થયું છે. વોટ્સએપ આ અપડેટને માર્ચ 2024 સુધીમાં યુઝર્સ માટે લાઈવ કરવાની છે. વાસ્તવમાં EUના આદેશને પગલે કંપનીએ એપમાં થર્ડ પાર્ટી ચેટ ફીચર આપવું પડશે જેથી વોટ્સએપ સિવાયના યુઝર્સ પણ વોટ્સએપ ચલાવતા લોકોને મેસેજ મોકલી શકે. કંપની લાંબા સમયથી આ દિશામાં કામ કરી રહી છે, જે માર્ચ સુધીમાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
📝 WhatsApp beta for iOS 24.2.10.72: what's new?
— WABetaInfo (@WABetaInfo) January 24, 2024
WhatsApp is working on a chat interoperability feature to comply with new EU regulations, and it will be available in a future update!https://t.co/wuOjTvciGp pic.twitter.com/9s49xosAfC
EU ના ડિજિટલ માર્કેટ્સ એક્ટ હેઠળ તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓ જેમને ગેટકીપર્સ તરીકે ઓળખવામાં આવી છે અને ડિજિટલ માર્કેટમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે તેઓએ એપ્લિકેશનમાં થર્ડ પાર્ટી ચેટ ફીચર આપવું પડશે. આ સાથે યુઝર્સને ઇન્ટરઓપરેબિલિટીનો લાભ મળશે. તે તમને સરળ ભાષામાં સમજાવીએ તો જે યુઝર્સ WhatsApp પર એક્ટીવ નથી તેઓ પણ અન્ય એપ્સ જેમ કે સિગ્નલ વગેરેથી સીધા જ WhatsApp યુઝર્સને મેસેજ કરી શકશે. આવા યુઝર્સના મેસેજ વોટ્સએપમાં થર્ડ પાર્ટી ચેટ ફોલ્ડરમાં જોવા મળશે.
મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે
નોંધનીય છે કે ઇન્ટરઓપરેબિલિટી ફીચર ઓપ્ટ ઇન અથવા આઉટ ફીચર હશે. એટલે કે જો તમે નથી ઈચ્છતા કે કોઈ તમને અન્ય એપ્સથી મેસેજ કરે તો તમે આ ઓપ્શનથી બહાર રહી શકો છો. ઇન્ટરઓપરેબિલિટી ફીચર હેઠળ મોકલવામાં આવતા તમામ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ અને તમારા અને રીસીવર વચ્ચે સીમિત હશે.
આ અપડેટ વિશેની માહિતી વોટ્સએપના અપડેટ પર ધ્યાન રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. હાલમાં આ ફીચર iOS બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. આવનારા સમયમાં તેને એન્ડ્રોઇડ માટે પણ લાવવામાં આવશે.