શોધખોળ કરો

Whatsapp : WhatsApp લાવ્યુ શાનદાર ફિચર, હવે ફોન નંબરની જગ્યાએ દેઝાશે યુઝરનું નામ

નવા અપડેટ બાદ વોટ્સએપ ગ્રૂપમાં અજાણ્યા વ્યક્તિ તરફથી મેસેજ પ્રાપ્ત થવા પર યુઝર્સને ફોન નંબરની જગ્યાએ યુઝર્સનું નામ દેખાશે. અપડેટ ફક્ત ગ્રુપ ચેટ્સ માટે કામ કરશે અને વ્યક્તિગત ચેટ્સ માટે નહીં.

WhatsApp : જો તમે એ વાતથી પરેશાન છો કે ગ્રુપમાં એડ થયા પછી જ્યારે તમને કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે, તો તમે એ જાણી શકતા નથી કે તે કોનો નંબર છે, તો તમને WhatsAppના નવા અપડેટ વિશે જાણીને ખૂબ જ આનંદ થશે. વ્હોટ્સએપ ગ્રુપ મેમ્બર્સ માટે એક નવું અપડેટ લાવ્યું છે, જેમાં ફોન નંબરને મેમ્બરના યુઝરનેમથી બદલવામાં આવશે. આનો અર્થ એ છે કે નવા અપડેટ બાદ વોટ્સએપ ગ્રૂપમાં અજાણ્યા વ્યક્તિ તરફથી મેસેજ પ્રાપ્ત થવા પર યુઝર્સને ફોન નંબરની જગ્યાએ યુઝર્સનું નામ દેખાશે. અપડેટ ફક્ત ગ્રુપ ચેટ્સ માટે કામ કરશે અને વ્યક્તિગત ચેટ્સ માટે નહીં.

આ અપડેટથી શું ફાયદો થશે?

હા, એમ કહી શકાય કે આ અપડેટ બહુ મોટું નથી પરંતુ આ અપડેટ પછી યુઝર્સ માટે એ જાણવું સરળ થઈ જશે કે કોણે મેસેજ મોકલ્યો છે. હવે દરેક નંબરને કોન્ટેક્ટમાં સેવ કરવો શક્ય નથી અને ખાસ કરીને જ્યારે તમે મોટા ગ્રુપનો ભાગ હોવ. આ ફીચર માત્ર ગ્રુપ ચેટ્સ માટે જ કામ કરશે. પરંતુ સાથે જ ગ્રુપમાં મેમ્બર્સની યાદી જોતી વખતે પણ આ ફીચર કામ કરી શકે છે. વોટ્સએપના આ લેટેસ્ટ અપડેટથી યુઝર્સને એ સમજવામાં સરળતા રહેશે કે અજાણ્યા નંબર પરથી મેસેજ મોકલનાર કોણ છે.

શું ફિચર રોલઆઉટ થઈ ચુક્યું છે?

હાલ પુરતું તો આ વિશેષ સુવિધા કેટલાક બીટા યુઝર્સ માટે Android યુઝર્સ માટે બીટાના નવીનતમ WhatsApp વર્ઝન 2.23.5.12 અને iOS બીટા માટે iOS 23.5.0.73 અપડેટ સાથે રોલઆઉટ કરવામાં આવી રહી છે. એકવાર ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ સુવિધા અન્ય વપરાશકર્તાઓ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે. દરમિયાન, વ્હોટ્સએપે જૂથો માટે વધુ એક નવી સુવિધાનું પરીક્ષણ શરૂ કર્યું છે, જે જૂથના સંચાલકોને જૂથ પર વધુ નિયંત્રણ આપશે. આ નવું ફીચર ગ્રૂપ એડમિનને ગ્રૂપ ઇન્વાઇટ લિંક દ્વારા ગ્રૂપમાં કોણ જોડાઇ શકે છે તે નિયંત્રિત કરી શકશે.

સરકાર દ્વારા સામાન્ય રીતે સ્માર્ટફોન અને વેબ બ્રાઉઝર્સને લઈને બગ ચેતવણીઓ જારી કરવામાં આવે છે. આ વખતે સરકારે સ્માર્ટવોચને લઈને ચેતવણી જાહેર કરી છે. એલર્ટ અનુસાર, આ વખતે એપલ વોચ હેકર્સના નિશાના પર છે. ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એક સરકારી એજન્સી દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી અનુસાર, watchOS 8.7 વર્ઝન સાથેની તમામ Apple ઘડિયાળોમાં બગ્સ છે જેનો હેકર્સ લાભ લઈ શકે છે. Appleએ પણ આના પર મહોર લગાવી છે અને તેને દૂર કરવા માટે અપડેટ જારી કર્યું છે.  ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એ આ બગ વિશે યુઝર્સને એલર્ટ કર્યા છે. એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, watchOS 8.7 પર કામ કરતી તમામ Apple Watch હેકર્સના નિશાના પર છે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં એક બગ છે, જેનો ઉપયોગ હેકર્સ કરી શકે છે. આ બગ દ્વારા હેકર્સ એપલ વોચની સુરક્ષાને બાયપાસ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, Appleએ તેના સપોર્ટ પેજ પર આ બગ વિશે માહિતી શેર કરી છે. આ બગથી બચવા માટે યુઝર્સે તેમની એપલ વોચ અપડેટ કરવી પડશે. મતલબ કે જો એપલ તરફથી કોઈ અપડેટ આવે છે, તો યુઝર્સે તેને અવગણવાની જરૂર નથી.

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

વિડિઓઝ

Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget