સાવધાન! નવા રીતથી હાઈજેક થઈ રહ્યું છે WhatsApp, સરકારે આપી ચેતવણી
એક સરકારી એજન્સીએ WhatsApp યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે.

એક સરકારી એજન્સીએ WhatsApp યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળની એજન્સી, ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ યુઝર્સને એક નવા ખતરા વિશે ચેતવણી આપી છે.
CERT-In has published Advisory on its website.
— CERT-In (@IndianCERT) December 19, 2025
WhatsApp Account takeover campaign (GhostPairing)https://t.co/s8f11XbJY1
આ હાઈ રિસ્ક GhostPairingને લઈને છે જેમાં હેકર્સનું ગ્રુપ ચાલાકીથી વોટ્સએપ એકાઉન્ટને ટેકઓવર કરી શકે છે. ચેતવણીમાં જણાવાયું છે કે હેકર્સ WhatsAppના ડિવાઇસ-લિંકિંગ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ કોઈપણ ઓન્થેન્ટિકેશન પેયરિંગ કોડ મારફતે એકાઉન્ટને હાઈજેક કરી શકે છે. આ એટલું બધુ ખતરનાક છે કે હેકર્સ રિયલ ટાઈમ ચેટિંગને વાંચી શકે છે અને સીક્રેટ્સને લીક કરી શકે છે.
સાયબર ગુનેગારો WhatsApp કેવી રીતે હાઇજેક કરે છે
WhatsApp હેકિંગ એક સરળ સંદેશથી શરૂ થાય છે. પીડિતને જાણીતા સંપર્ક તરફથી એક સરળ મેસેજ મળે છે જેમાં કહેવામાં આવે છે, Hi, check this photo. આ મેસેજમાં ફેસબુક જેવા પ્રીવ્યૂ સાથે એક લિંક હોય છે.જ્યારે પીડિતો તે પ્રીવ્યૂને જોવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્રક્રિયા તેમના ફોન નંબરની માંગ કરે છે અને ચકાસણી માટે પૂછે છે. ચેતવણીમાં જણાવાયું છે કે સાયબર હુમલાખોરો પીડિતના WhatsApp એકાઉન્ટને આ રીતે હાઇજેક કરે છે.
વોટ્સએપ યુઝર્સે આ ભૂલ ટાળવી જોઈએ
જો કોઈ જાણીતો વ્યક્તિ આવો મેસેજ મોકલે છે અને મોબાઈલ નંબર માંગે છે, તો તેમણે સાવધાન રહેવું જોઈએ. આવી કોઈપણ લિંક પર તમારા મોબાઈલ નંબરને વેરિફાય કરશો નહીં, કારણ કે તેનાથી તમારું વોટ્સએપ હેક થઈ શકે છે.
વોટ્સએપના સેટિંગ્સમાં એક ખાસ વિકલ્પ છે
વોટ્સએપના સેટિંગ્સમાં લિંક્ડ ડિવાઇસ નામનું એક ફીચર છે જે ચેક કરી શકાય છે કે તમારું વોટ્સએપ એકાઉન્ટ ક્યાં લોગ ઇન થયું છે. જો તે કોઈ અજાણ્યા સ્થળે લોગ ઇન થયું હોય તો તમે તરત જ લોગ આઉટ પણ કરી શકો છો. આ સેવા એન્ડ્રોઇડ અને iOS બંને પર ઉપલબ્ધ છે.





















