શોધખોળ કરો
Advertisement
માત્ર 1 રૂપિયામાં 1GB ડેટા, આ કંપની આપી રહી છે Jioથી પણ સસ્તી ઓફર, જાણો વિગતે
કંપનીએ તેમના આ પ્રોજેક્ટને એપાર્ટમેન્ટ અને સોસાયટી સુધી લઈ જવાની યોજના બનાવી રહી છે.આ સુપરનોડ્સ થકી 20 કિલોમીટર સુધીના અંતરે 100 GB પ્રતિ સેકન્ડના દર પર ઇન્ટરનેટ સુવિધા આપી શકાય છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને સસ્તા ડેટા માટે ઓળખવામાં આવે છે. પરંતુ હવે એક કંપની બજારમાં પોતાના નવો ધમાકેદાર પ્લાન લઈને આવી છે. બેંગલુરુની એક કંપની માત્ર 1 રૂપિયામાં એક જીબી ડેટા આપી રહી છે. જિઓને ટક્કર આપનારી આ કંપનીનું નામ Wifi Dabba જે વર્ષ 2017થી પોતાન સેવા આપી રહી છે.
બિઝનેસ ઇનસાઈડરના અહેવાલ અનુસાર Wifi Dabba પર હવે એક રૂપિયામાં એક જીબી ડેટા મળી રહ્યો છે, પરંતુ તમને જણાવીએ કે વર્ષ 2017માં કંપની 20 રૂપિયામાં એક જીબી ડેટા આપી રહી હતી. કંપની પાસે ત્રણ પ્લાન છે. પ્રથમ પ્લાન 2 રૂપિયાનો છે જેમાં 1 જીબી ડેટા મળશે, 10 રૂપિયાના પ્લાનમાં 5 જીબી ડેટા મળસે અને ત્રીજો 20 રૂપિયાનો પ્લાન છે જેમાં 10 જીબી ડેટા મળશે. આ તમામ પ્લાનની વેલિડીટી 24 કલાકની હશે. જણાવીએ કે, કંપનીના ડેટા પ્લાનની સરેરાશ કિંમત એક રૂપિયા પ્રતિ જીબી છે.
Wfi Dabba ને ચા અને સ્થાનિક દુકાનો પર તેનું Wi-Fi રાઉટર સ્થાપિત કર્યું છે. કંપનીના આ કોન્સેપ્ટનું નામ સુપરનોડ્સ છે. આ સુપરનોડ્સ થકી 20 કિલોમીટર સુધીના અંતરે 100 GB પ્રતિ સેકન્ડના દર પર ઇન્ટરનેટ સુવિધા આપી શકાય છે. કંપનીએ તેના રાઉટર માટે Dabba ઓપરેટિંગ સિસ્ટમ પણ વિકસાવી છે.
કંપનીએ તેમના આ પ્રોજેક્ટને એપાર્ટમેન્ટ અને સોસાયટી સુધી લઈ જવાની યોજના બનાવી રહી છે. કંપનીએ વાઈફાઈ માટે કોઈ કેબલનો ઉપયોગ નથી કર્યો ન તો સરકાર પાસેથી સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. તેવામાં કંપનીને માત્ર રાઉટરનો જ ખર્ચ આવે છે. જેથી ડેટા સસ્તો મળે છે. કંપનીએ સસ્તા ડેટા માટે પોતાનો ખુદના નેટવર્ક સિસ્ટમની પણ તૈયાર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement