હવે ટીવી પર નહીં દેખાય WWE, આજથી આ પ્લેટફોર્મ પર શરૂ થશે સ્ટ્રીમિંગ, જાણી લો ટાઇમિંગ
WWE RAW Netflix અમેરિકાના કેલિફોર્નિયામાં ઈન્ટ્યૂટ ડૉમ ખાતે યોજાશે. પ્રથમ એપિસોડનું સ્ટ્રીમિંગ સોમવારે રાત્રે 8 વાગ્યે EST (મંગળવારે IST સવારે 6:30 વાગ્યે) શરૂ થશે
WWEના ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. WWE હવે સેટેલાઇટ ટેલિવિઝન પરથી Netflix પર સ્ટ્રીમ કરવાનું શરૂ કરી રહ્યું છે અને તેનું સ્ટ્રીમિંગ સોમવારથી શરૂ થઇ ગયું છે. 1993માં ડબલ્યુડબલ્યુઇની શરૂઆત પછી આ પ્રથમ વખત બનશે કે તેનો કાર્યક્રમ ટીવી પર પ્રસારિત કરવામાં આવશે નહીં. આજના સ્પેશિયલ એપિસોડમાં રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસના ઘણા મોટા ચહેરાઓ જોવા મળશે, જેના કારણે ચાહકોની ઉત્સુકતા સાતમા આસમાને પહોંચી ગઈ છે.
એપિસૉડ પર દેખાશે આ મોટા ચહેરા -
Netflix પર WWEના પહેલા એપિસૉડમાં ઘણા સુપરસ્ટાર્સ જોવા મળવાના છે. તેમાં જ્હોન સીના, રોમન રેઇન્સ, બિઆન્કા બ્લેર, સીએમ પંક, સેઠ રોલિન્સ વગેરે જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રોગન પોલ અને રેપર ટ્રેવિસ સ્કોટ પણ ખાસ હાજરી આપશે. એટલે કે પહેલા એપિસોડમાં દર્શકોને સંપૂર્ણ મનોરંજન મળશે.
આ સ્ટ્રીમિંગ દરમિયાન WWE સ્ટાર જ્હોન સીના ખાસ અપિયરન્સમાં જોવા મળશે. આ શોથી તે પોતાના વિદાય પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે આ વર્ષ દરમિયાન સ્પર્ધા કરશે અને વર્ષના અંતે WWEને અલવિદા કહી દેશે.
Ahead of the highly-anticipated #WWERaw on @netflix debut tomorrow night at 8E/5P, a special WWE drone show lights up the skies over Los Angeles. 🤩 pic.twitter.com/qxcOSMYve8
— WWE (@WWE) January 6, 2025
WWE RAW Netflix 2025: સમય અને તારીખ -
WWE RAW Netflix અમેરિકાના કેલિફોર્નિયામાં ઈન્ટ્યૂટ ડૉમ ખાતે યોજાશે. પ્રથમ એપિસોડનું સ્ટ્રીમિંગ સોમવારે રાત્રે 8 વાગ્યે EST (મંગળવારે IST સવારે 6:30 વાગ્યે) શરૂ થશે. સ્ટ્રીમિંગ સમાપ્ત થયા પછી આ એપિસોડ Netflix પર દર્શકો માટે પણ ઉપલબ્ધ થશે. હાલમાં, નેટફ્લિક્સ પાસે યુએસ, કેનેડા, ઈંગ્લેન્ડ અને લેટિન અમેરિકામાં સ્ટ્રીમિંગ અધિકારો છે, પરંતુ એપિસોડ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ રહેશે.
10 વર્ષ માટે થઇ છે ડીલ -
WWE અને Netflix એ 10 વર્ષ માટે 5 બિલિયન યુએસ ડૉલરની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આમાં, નેટફ્લિક્સ સાપ્તાહિક ધોરણે દર સોમવારે RAW મેચોનું સ્ટ્રીમિંગ કરશે. આ સિવાય રેસલમેનિયા, સમરસ્લેમ અને રોયલ રમ્બલ જેવી મોટી ઈવેન્ટ્સ પણ નેટફ્લિક્સ પર દુનિયાભરના દર્શકો માટે ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો
Cricket: 2024 ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ઇલેવનનું થયું એલાન, બુમરાહ કેપ્ટન, હેડ અને કમિન્સને ના મળી જગ્યા