શોધખોળ કરો

તમે ઘરે બેઠા પણ કરી શકો છો રાશનકાર્ડ e-kyc, જાણો એકદમ સરળ પ્રોસેસ

તમામ રેશનકાર્ડ ધારકોને તાકીદ કરવામાં આવે છે કે તેઓ ઝડપથી પોતાનું રાશનકાર્ડ ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે.

Ration card e kyc : રાશન  કાર્ડ ધરાવનારા વ્યક્તિઓએ e KYC કરાવવું ખૂબ જ જરુરી છે. જો તમે e KYC નહીં કરો તો તમને રાશન મળવાનું બંધ થઈ શકે છે. e KYC માટેની અંતિમ તારીખ દર વખતે લંબાવવામાં આવે છે.  આ તારીખ દરેક રાજ્ય પ્રમાણે  અલગ-અલગ હોઈ શકે છે. ટૂંકમાં રાશનકાર્ડમાં e KYC કરાવવું ખૂબ જ જરુરી છે.  જે કોઈ પણ ઈ-કેવાયસીનું કામ પૂર્ણ નહીં કરે, તો તેને રાશન મળતું બંધ થઈ શકે છે. 

સરકારે અત્યાર સુધીમાં ઈકેવાયી સમયમર્યાદા  ઘણી વખત લંબાવી છ.   ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે  e-KYCનું કામ પૂર્ણ કરવામાં આવે.  e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

શા માટે જરૂરી છે રાશનકાર્ડ e-KYC  જરુરી છે ?

તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer).  KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે. 

તમે ઘરે બેઠા પણ કરી શકો છો રાશનકાર્ડ e-KYC   

સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘ઈ-કેવાયસી ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.

જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે.

તમામ રેશનકાર્ડ ધારકોને તાકીદ કરવામાં આવે છે કે તેઓ ઝડપથી પોતાનું રાશનકાર્ડ ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે.  જેથી કરીને તેમને મફત રાશન અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા રહે.    

ટોપ સ્ટોરી

BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
Embed widget