YouTube પર વીડિયો પબ્લિશ કર્યાં વિના પણ કરી શકો છો કમાણી, આ કંપની આપે છે મોટી રકમ
Tech News; AI કંપનીઓ યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને તેમના ન વપરાયેલ વીડિયો માટે મોટી રકમ ચૂકવી રહી છે. આ કંપનીઓને AI મોડલ્સને તાલીમ આપવા માટે આવા ફૂટેજની જરૂર છે

Tech News; યુટ્યુબર્સ લોકોને તેમના વીડિયો બતાવીને પૈસા કમાઈ રહ્યા છે. હવે તે વીડિયો પ્રકાશિત કર્યા વિના પણ તેનાથી મોટી કમાણી કરી રહ્યાં છે. ઘણા યુટ્યુબર્સ અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ તેમના વણવપરાયેલ અથવા અપ્રકાશિત વિડિયો AI કંપનીઓને વેચી રહ્યા છે. OpenAI, Google અને Moonvalley સહિતની ઘણી AI કંપનીઓ તેમના અલ્ગોરિધમ્સને તાલીમ આપવા માટે આ વીડિયો ખરીદી રહી છે. આવા વિડિયો અનોખા હોય છે અને AI સિસ્ટમને તાલીમ આપવામાં ખૂબ જ ઉપયોગી છે.
એક મિનિટના વીડિયોની કિંમત 300 રૂપિયાથી વધુ છે
આ મામલાની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે AI કંપનીઓ એક મિનિટના વીડિયો માટે 4 યુએસ ડોલર (લગભગ 350 રૂપિયા) સુધીની ચૂકવણી કરી રહી છે. જેની ગુણવત્તા અને ફોર્મેટ સારી હોય તેવા વીડિયોની કિંમત વધુ હોય છે. ઉદાહરણ તરીકે, ડ્રોનથી લીધેલા 4K વીડિયો અને ફૂટેજ વધુ પૈસા મેળવી રહ્યા છે. જ્યારે YouTube, Instagram અને TikTok વગેરે માટે શૉટ કરાયેલા સાદા વીડિયો લગભગ 150 રૂપિયા પ્રતિ મિનિટના દરે ખરીદવામાં આવી રહ્યા છે.
એટલા માટે વીડિયો ફૂટેજની જરૂર હતી
OpenAI, Meta અને Adobe સહિત ઘણી કંપનીઓએ ગયા વર્ષે AI વિડિયો જનરેટર લૉન્ચ કર્યા હતા. આ ટેક્સ્ટ પ્રોમ્પ્ટના આધારે વાસ્તવિક વિડિયો ફૂટેજ જનરેટ કરી શકે છે. આ કરવા માટે, આ કંપનીઓને વિશાળ માત્રામાં ડેટા અને ફૂટેડની જરૂર છે. નિષ્ણાતો કહે છે કે આ એક એવી રેસ છે જે શરૂ થઈ ગઈ છે અને તેમાં આગળ રહેવા માટે કંપનીઓને વધુને વધુ ડેટાની જરૂર છે.
આ પણ વાંચો
Meta: માર્ક ઝુકરબર્ગે એવી તે શું જાહેરાત કરી કે, યૂઝર્સ ફટાફટ ડિલીટ કરવા લાગ્યા ફેસબુક-ઇન્સ્ટાગ્રામ





















