શ્યાઓમીને ટક્કર આપવા આ કંપનીએ ભારતમાં લૉન્ચ કર્યુ સસ્તું અને દમદાર સ્માર્ટ સ્પીકર, જાણો શું છે ખાસિયત.....
ઇન-બિલ્ટ Alexaની સાથે આ સમયે કેટલાય સ્માર્ટ ડિવાઇસીસ તમને જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે દેશની મોટી ટેક કંપની Zebronicsએ ભારતમાં પોતાનુ નવુ સ્માર્ટ સ્પીકર લૉન્ચ કરી દીધુ છે. જાણો શું છે કિંમત ને ખાસિયત.....
નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનની સાથે સાથે સ્માર્ટ સ્પીકરે પણ લોકોના ઘરોમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. દરેક વ્યક્તિ હવે સ્માર્ટ દેખાવવા માંગે છે. ઇન-બિલ્ટ Alexaની સાથે આ સમયે કેટલાય સ્માર્ટ ડિવાઇસીસ તમને જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે દેશની મોટી ટેક કંપની Zebronicsએ ભારતમાં પોતાનુ નવુ સ્માર્ટ સ્પીકર લૉન્ચ કરી દીધુ છે. જાણો શું છે કિંમત ને ખાસિયત.....
ફિચર્સ....
Zeb-Smart Botના ફિચર્સની વાત કરીએ તો આમાં સાઉન્ડ માટે 5Wના સ્પીકર લગાવેલા છે. આ ઇન-બિલ્ટ alexaની સાથે આવે છે. આનાથી તમે તમારો અવાજ પણ કન્ટ્રૉલ કરી શકો છો. એટલુ જ નહીં વૉઇસ કન્ટ્રૉલની મદદથી તમામ IR ડિવાઇસીસ જેવા કે TV અને ACને પણ આની મદદથી ક્યાંયથી પણ કન્ટ્રૉલ કરવાની સુવિધા મળે છે. આમાં 360 ડિગ્રી રિમૉટ કન્ટ્રૉલ, 2.4GHz Wifi, ડ્યૂલ કાર ફીલ્ડ માઇક, બ્લૂટૂથ વર્ઝન 4.2 જેવા ફિચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. ઇન-બિલ્ટ alexaની મદદથી આ તમને ન્યૂઝ, મ્યૂઝિક, એલાર્મ, સ્કૉર અને સ્ટૉરી પણ સંભળાવી શકે છે.
આ છે કિંમત......
Zeb-Smart Bot સ્માર્ટ સ્પીકરની કિંમત 3,699 રૂપિયા છે. આને તમે અમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકો છો. આ ડિવાઇસનુ વજન 388 ગ્રામ છે. એટલે કે આ વજનમાં હલ્કુ અને આસાનીથી ક્યાંય પણ આને યૂઝ કરી શકાય છે. આને તમે Zeb home એપની મદદથી કનેક્ટ કરી શકો છો. આની ડિઝાઇન એકદમ પ્રીમિયમ છે, અને આમાં ખુબ સારી ક્વૉલિટીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ડિવાઇસની મદદથી તમે પોતાના ઘરે સ્માર્ટ બનાવી શકો છો.
Xiaomi Mi સ્માર્ટ સ્પીકર સાથે થશે મુકાબલો....
આનો મુકાબલો Mi સ્માર્ટ સ્પીકર સાથે થશે. જેની કિંમત 3999 રૂપિયા છે. આ સ્પીકર ગૂગલ આસિસ્ટન્ટની સાથે આવે છે.