અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચાર રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીમાં 14 માંથી ભાજપને માત્ર 3 જ સીટ મળ્યા બાદ વિપક્ષી દળો એક થઈ ગયા છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગમે તે રીતે હરાવવા પ્રયાસો કરવા આગળ વધી રહ્યા છે.
2/4
નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો વિરોધ કરનારાઓની તુલના આતંકી હાફિઝ સઈદ અને ઓસામા બિન લાદેન સાથે કરી. ગિરિરાજ સિંહે કહ્યું નરેંદ્ર મોદીનો વિરોધ હાફિઝ સઈદ અને ઓસામા બિન લાદેનનું સર્મથન કરનારા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ગિરિરાજ સિંહે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી વિરોધીઓને પાકિસ્તાન જવા કહ્યું હતું.
3/4
આ પહેલા ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ પણ મહાગઠબંધનની તુલના પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ સાથે કરી હતી. જ્યારે હવે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે ટ્વિટ કરીને લખ્યું છે કે માઓવાદી, જાતિવાદી, સામંતવાદી અને ઓસામાવાદી તમામ રાષ્ટ્રવાદી ગઠબંધન (એનડીએ) સામે એક થઈ ગયા છે. પરંતુ વિકાસની અવિરત ગંગામાં વહેતા એનડીએની નાવ નિયત ગતિએ ૨૦૧૯નો પડાવ અવશ્ય પાર કરશે.
4/4
દેશમાં એકજૂથ થઈ રહેલા વિપક્ષી દળો પર સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ તરફથી સતત આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે વિપક્ષી દળોની ઓસામા બિન લાદેનનું સર્મથન કરનારા કહેતા આ મામલે વિવાદ ઊભો થયો છે.