હાર્દિકે ફોન પર અને સોશિયલ મીડિયામાં ત્યાં સુધી કહ્યું છે કે, ભાજપે આંદોલનકારીઓને ખરીદવા ઉદ્યોગપતિઓ, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ જેવા કે બટુક મોવલિયા, વિમલ પટેલ, મનસુખ પટેલ, જેરામભાઇ વાંસજાળિયા, સી.કે. પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.
2/4
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ વીડિયો મેં જાહેર કર્યાં નથી, જે કન્વીનરોને પૈસા નથી મળ્યાં તે લોકોએ આ વીડિયો વાઈરલ કર્યાં છે. પરંતુ વીડિયો પરથી સાબિત થઈ ગયું છે કે ભાજપે આંદોલનકારીઓને પૈસાથી ખરીદીને મારી વિરુદ્ધ બોલાવા ઊભા કર્યા હતા.
3/4
આંદોલનકારીઓના સોશિયલ મીડિયામાં વાઈરલ કરેલા ત્રણ વીડિયો પછી હાર્દિક પટેલે સૌથી મોટો આક્ષેપ કર્યો હતો કે, 10 આંદોલનકારીઓને ભાજપે કુલ રૂપિયા 46 કરોડ આપીને મારી પર આક્ષેપ કરાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં કોઈ દ્વારા વાઈરલ કરાયેલા વીડિયોથી ભાજપ ખુલ્લું પડી ગયું છે.
4/4
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ભાજપ અને હાર્દિક પટેલે એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને તોડવા માટે પાસના કન્વીનરો ‘પૈસા બોલતા હૈ’ની નીતિ અપનાવી ભાજપમાં જોડાઈ ગયેલા હોવાનો આક્ષેપ પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે.