ક્રાઈમ બ્રાંચને સરૈયા પાણીની બોટલ સાથે ફોન પર કોઈની સાથે વાત કરતાં હોવાનો દમણથી ફોટો મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં સરૈયા જ નીકળ્યા હતાં. ક્રાઈમ બ્રાંચે દમણથી તેમનો કબજો મેળવી પુછપરછ કરતાં જ સરૈયા પડી ભાંગ્યા હતા. તેમણે પોલીસને કહ્યું હતું કે, અમેરિકામાં મારી કરિયાણીની દુકાન છે. ધંધો બરાબર ચાલતો ન હોવાથી દેવું થઈ ગયું હતું. ઉધારી વધી જતાં ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ઘર છોડ્યું હતું.
2/5
ફોટો મળ્યાં બાદ તેમણે સરૈયાના પરિવાર પાસે ખાત્રી કરાવી હતી. તેઓએ મિત્તલ સરૈયા જ હોવાનું કહેતાં તાબડતોબ મોડી સાંજે 7.30 વાગ્યે ક્રાઈમ બ્રાંચની એક ટીમને દમણ રવાના કરવામાં આવી હતી. બીજી તરફ સરૈયા ભાગી ન જાય તે માટે દમણ પોલીસની મદદ લેવામાં આવી હતી. મોડીરાતે દમણ પહોંચેલી ક્રાઈમ બ્રાંચની ટીમ સરૈયાનો કબજો મેળવી વડોદરા આવવા નીકળી હતી.
3/5
સરૈયાનો શોધવા માટે ક્રાઈમ બ્રાંચ તથા કારેલીબાગ પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી. પરંતુ ગુમસુદાનો એક અઠવાડિયાથી કોઈ પત્તો ન મળતાં સરૈયાને શોધવા પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા હતાં. જોકે એક દિવસ પહેલા જ ક્રાઈમ બ્રાંચના ડીસીપી જયદિપસિંહ જાડેજાને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, મિત્તલ સરૈયા દમણમાં છે અને ઉમેશ હોટલના રૂમ નં. 112માં રોકાયા છે. જેથી ડીસીપીએે બાતમીદારને સરૈયાનો મોબાઈલ ફોનમાં ફોટો પાડીનો મોકલવા કહ્યું હતું.
4/5
વડોદરાના મુક્તાનંદ સોસાયટીમાં રહેતા મિત્તલ સરૈયા તા.24મી એક અઠવાડિયા માટે યુ.એસ.થી વડોદરા આવ્યા હતા. ગત મંગળવારે બપોરે તેઓ 900 અમેરિકન ડોલર ચેન્જ કરાવવા ઘરેથી નીકળ્યાં હતા. સોસાયટીના મેઈન ગેટ નજીકથી સરૈયા ઓટો રિક્ષામાં બેઠા હતા. ત્યાર બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા સાથે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
5/5
વડોદરાના કારેલીબાગની મુક્તાનંદ સોસાયટીના ગેટ પાસેથી એક અઠવાડિયા પહેલાં ગુમ થયેલો BCAના પૂર્વ ક્રિકેટર અને NRI મિત્તલ સરૈયા દમણથી હેમખેમ મળી આવ્યો હતો. સરૈયાને વડોદરા લાવવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ દમણ પહોંચી હતી. અમેરિકામાં રહેતા તેમના ઘરના પરીવારજનોને પણ સરૈયા મળી ગયા હોવાની ક્રાઈમ બ્રાંચે જાણ કરી હતી.