શોધખોળ કરો
વડોદરાઃ યુવતીએ લગ્નના એક મહિના પહેલાં જ કેમ કરી લીધી આત્મહત્યા? શું છે કારણ?
1/4

ગત ગુરુવારે મોનિકાના માતા-પિતા ફૂલ સ્ટોર પર ગયા હતા. આ સમયે મોનિકાએ પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. મોનિકાને તેના પિતાએ ફૂલ લેવા જતાં પહેલા ફૂલ સ્ટોર પર જવાનું કહ્યું હતું. આ પછી તેઓ ફૂલ સ્ટોર પર ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી પાડોશીઓએ તેમની દીકરીએ ગળેફાંસો ખાધો હોવાની જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા અને દરવાજો તોડી દીકરીને નીચે ઉતારી હતી. આ પછી પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.
2/4

આ અંગે પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણએ મોનિકા લગ્નથી ખૂબ ખૂશ હતી. તેમણે મોનિકાની પસંદગી પ્રમાણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. જોકે, મોનિકાએ આ પગલું કેમ ભર્યું તે અંગે પરિવાર પણ અજાણ છે. પરિવાર દીકરીને સાસરે વળાવવા ખૂબ ઉત્સુક હતો, પરંતુ તેણે અચાનક આ પગલું ભરતાં પરિવાર ભાંગી પડ્યો છે.
Published at : 12 Nov 2016 10:22 AM (IST)
Tags :
Girl SuicideView More





















