75 વર્ષના સવિતાબેનને પોતાના માતા-પિતા તરફથી આ જમીન વારસામાં મળી હતી. પોતાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આપવા માટે તે દોઢ મહિના અગાઉથી જર્મનીથી વડોદરા આવી ગયા હતાં. જોકે તેને પ્લોટના બદલામાં મળેલું જમીનનું વળતર માત્ર 30,234 રૂપિયા હતું. પોતાની જમીન આપવા માટે NRI મહિલા વિદેશથી અહીં આવી તે જાણીને NHSRCLના અધિકારીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા.
2/5

3/5
ચાણસદ ગામમાં રહેલા 45 પ્રાઈવેટ પ્લોટની 16 હેક્ટર જમીન છે. આ માટે NHSRCL અંદાજિત 60 કરોડ રૂપિયાનું વળતર ચૂકવશે. ગુરૂવારે NHSRCL દ્વારા 1.57 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી હતી. આ માટે તેમણે 8.44 કરોડનું વળતર ચૂકવ્યું હતું.
4/5
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સૌથી પહેલાં જર્મનીની NRG મહિલાએ પોતાની જમીન આપી છે. લગ્ન બાદ છેલ્લા 28 વર્ષથી જર્મનીમાં રહેતી સવિતા રાયની વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે જમીન આવેલી હતી.
5/5
ગુરૂવારે નેશનલ હાઈ સ્પીડ રેઈલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ કરી રહી છે તે દરમિયાન તેણે લોકોને જમીનના બદલવામાં વળતર આપવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં સવિતાએ પોતાની માલિકીની જમીન NHSRCLને આપી દીધી હતી.