ભરતભાઈએ 21 કિમીની દોડમાં ભાગ લીધો હતો. મેરેથન શરૂ થતા 2 કિલોમીટર દોડ્યા બાદ તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો જેથી તેમને તત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. સંચાલકો દ્વારા ભરતભાઈના પરિવારને આર્થિક મદદ માટે એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
2/2
વડોદરાઃ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં ભાગ લેવા આવેલા રાજકોટના 66 વર્ષીય વુદ્ધને રનિંગ વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. રાજકોટના વતની ભરતભાઈ સોમાણી(66) વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં ભાગ લેવા માટે આવ્યા હતા.