આ ઘટના બાદ દેવના પરિવાર સાથે શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાએ કરી મુલાકાત કરી હતી અને 11 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે બે લાખનો ચેક વડોદરા શિક્ષણ વિભાગે આપ્યો છે.
2/4
દેવ તડવીના હત્યા કેસમાં પોલીસ દ્વારા આરોપી વિદ્યાર્થીની પૂછપરછમાં શાળાના શિક્ષક એ હોમ વર્ક લાવવાનો ઠપકો આપતા શાળા બંધ કરાવી દેવાના ઇરાદે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. શાળા ના શિક્ષકો એ હોમ વર્ક ના લાવનાર વિદ્યાર્થી ને ઠપકો અપાતા લાગી આવતા આખી શાળા બંધ કરાવી દઈને શાળાના શિક્ષક ને પરેશાન કરવાના ઇરાદે હત્યા કરી હોવા ની વિગતો બહાર આવી છે.
3/4
ઠપકા બાદ સ્કૂલ બંધ કરવાના ઇરાદે હત્યા માટે પ્લાન બનાવી ને આવ્યો હતો અને પોતાની બેગ માં ઘાતક હથિયાર લઈને જ આવ્યો હતો અને કોઈ પણ વિદ્યાર્થી ને મોકો મળે ત્યારે મારી દેવો તેવું નક્કી કરી ને આવ્યો હતો અને શાળા ખુલતાની સાથે જ દેવ જે તેના પરિચય માં પણ ના હતો તેમ છતાં તેને ટોયલેટ બ્લોક માં લઈ જઈ ને છરા ના ઘા મારી ને તેની હત્યા કરી નાખી. પોલીસ સમક્ષ આ તમામ બાબત ની કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે કબૂલાત કરી છે અને તેની અટકાયત પણ કરી લેવા આવી છે. આ કિશોર ના વાલી ઓ પણ સ્વીકારે છે કે તે ક્રૂર સ્વભાવ નો હતો અને પરિવારજનો સાથે પણ કયારેક આવું વર્તન કરતો હતો.
4/4
વડોદરાઃ વડોદરા શહેરમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયમાં શુક્રવારે થયેલી ધોરણ 9ના વિદ્યાર્થીની હત્યા કેસમાં વાડી પોલીસે આરોપી વિદ્યાર્થીની વલસાડથી ધરપકડ કરી છે. આરોપી વિદ્યાર્થીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. હોમવર્ક લાવવાનો ઠપકો આપતા શાળા બંધ કરાવી દેવાદે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.