વડોદરાઃ શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા યુવકને યુવતી સાથે પ્રેમ થઈ જતાં બંને ભાગી ગયા હતા અને પછી નિકાહ પઢી લીધા હતા. બીજી તરફ યુવતીના પરિવારજનો દીકરીની શોધખોળ કરી રહ્યા હતા. યુવક ભગાડી ગયો હોવાની જાણ થતાં તેમણે યુવકના પિતાનું અપહરણ કર્યું હતું.
2/4
જોકે, બીજા દિવસે યુવતીના પરિવારજનો યુવકના પિતાને ડભોઇ ચોકડી પાસે છોડીને જતાં રહ્યા હતા. આ બનાવને પગેલા યુવકની માતાએ યુવતીના પરિવારજનો સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવકના પિતાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં પોલીસ લઇ આવી હતી.
3/4
બીજી તરફ યુવતીના પિતા અને તેના પરિવારજનો તેને શોધતાં શોધતાં યુવકના પિતા ડભોઇ રોડ પર કામ કરતાં હતા ત્યાં પહોંચ્યા હતા અને ગઈ કાલે સાંજે ગેરેજ પહોંચેલા નૂરના પરિવારજનોએ તેમની દીકરી ક્યાં છે, તેવું યુવકના પિતાને પૂછ્યું હતું. આ સમયે યુવતીના પરિવારજનોએ તેમની સાથે ઝઘડો કરી કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા.
4/4
આ અંગેની વિગતો એવી છે કે, તરસાલીમાં નૂરપાર્કમાં રહેતા શેખર(નામ બદલ્યું છે) અને નૂર(નામ બદલ્યું છે) વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, પરિવાર તેમના લગ્ન માટે રાજી નહીં થાય તેવું લાગતાં તેઓ ગત પહેલી જૂનના રોજ ઘરેથી ભાગી ગયા હતા અને ત્રીજી જૂનના રોજ નિકાહ પઢી લીધા હતા.