શોધખોળ કરો
શ્રાવણ માસમાં શા માટે કરાય છે રૂદ્રાભિષેક, શ્રાવણમાં કેમ છે તેનુ વિશેષ મહત્વ?
હાલ શિવ આરાધનાનો પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શિવરાત્રી અને શ્રાવણ માસમાં રૂદ્રાભિષેકનો અનેરો મહિમા છે. શિવને જ રૂદ્ર કહે છે અને રૂદ્રાભિષેક એટલે મહાદેવને થતો અભિષેક, ઘર્મગ્રંથ અનુસાર આપણા કર્મ અનુસાર જ ફળ મળે છે. આપણે દ્રારા કરેલા કુકર્મ જ દુ:ખ, તકલીફ પીડાનું કારણ બને છે. રૂદ્રાભિષેકથી આ પાપકર્મનો નાશ થતાં જિંદગીની સમસ્ત સમસ્યાનો અંત આવે છે. રૂદ્રાભિષેકથી જન્મકુંડળીના ગ્રહદોષનું પણ નિવારણ થાય છે અને સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. શ્રાવણ માસમાં શિવ પાસેથી માંગેલી સમસ્ત મનોકામનાની શીધ્ર પૂર્તિ થતાં શ્રાવણમાં રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે.
આગળ જુઓ





















