એન્ટી-રોમિયો સ્ક્વોર્ડ અને કતલખાના પર આઝમ ખાને આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો
રામપુરઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને બાબરી મસ્જિદને લઇને ફરી એકવાર ટિપ્પણી કરી છે. આઝમ ખાને બાબરી મસ્જિદને લઇને કહ્યું હતું કે, 22/23 1949ની રાત્રે જે બાબરી મસ્જિદ હતી તે બાબરી મસ્જિદ છે બાકી કોઇ બાબરી મસ્જિદ નથી.
આઝમ ખાને કહ્યું કે, જો કોઇ મસ્જિદ બને છે તો એ જરૂરી નથી કે કોઇ બાદશાહના નામે બનાવવામાં આવે. સાડા ત્રણ લાખની કુરબાનીની ટિપ્પણી પર આઝમ ખાને કહ્યું કે કુરબાની માટે અમે હંમેશા તૈયાર છીએ. પહેલા ગુજરાતમાં, મુઝફફરનગર અને દાદરીમાં કુરબાની આપી હતી અને આગળ પણ આપવા માટે તૈયાર છીએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્ધારા બનાવવામાં આવેલી એન્ટી રોમિયો સ્ક્વોર્ડ પર આઝમ ખાને કહ્યુ કે, એન્ટી રોમિયોથી વધુ કતલખાના બંધ થવા જોઇએ. કાયદો આખા દેશમાં એક હોવો જોઇએ. કેરળમાં ગૌહત્યા થવી જોઇએ નહીં. તે સિવાય ત્રિપુરા, મેઘાલય, બંગાળ અને ગોવામાં પણ પશુ વધ થવો જોઇએ નહીં. બજારમાં જાનવર વેચાય છે અને જો તે ગામમાં કપાય તો ગેરકાયદેસર છે અને તે લાયસન્સ ધરાવતી ફેક્ટરીમાં કપાય તો કાયદેસર છે. આ વાત સમજમાં નથી આવતી.
આઝમ ખાને કહ્યું કે, દેશમાં પશુની હત્યા બંધ થવી જોઇએ. પછી તે પ્રાણીઓ હોય કે માણસો હોય. બકરા અને મરઘીઓ પણ કપાવી જોઇએ નહીં કારણ કે તેમાં પણ જીવ હોય છે. કોઇને કાપીને પોતાનું પેટ ભરવું જોઇએ નહીં કારણ કે અહિંસા પરમોધર્મ આપણો દેશ છે. હું 20 વર્ષથી સરકારને અપીલ કરું છું કે જીવ હત્યા થવી જોઇએ નહીં.