શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
છોટાઉદેપુરઃ પ્રેમી યુવતીને ભગાડી ગયેલા યુવકે પંચાયતની ઓફિસમાં કેમ કર્યો આપઘાત? જુઓ વીડિયો
છોટાઉદેપુરઃ ગુજરાતમાં ખાપ પંચાયતનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમ કરવાની સજાના ભાગરૂપે એક યુવકે પોતાનો જીવ આપી દીધો છે. ગામની જ યુવતી સાથે પ્રેમ થઈ જતાં ખજુરીયા ગ્રામ પંચાયતે યુવકને દંડ ફટકારતાં યુવકે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ કિસ્સો પોલીસ પાસે પહોંચતા પોલીસે ખાપ પંચાયતના 5 સદસ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમપ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુવાનને ૧.૭૦ લાખનો દંડ કરી પંચાયત ઘરમાં પૂરી દેતા યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવી દીધો હતો.
આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુરમાં આજે પણ ખાપ પંચાયત જેવા નિર્ણયો લેવામાં આવે છે. ભૂતકાળના દેવલીયા, માળીબેલી વસાહતમાં બનેલા બનાવો બાદ આજે વધુ એક ખાપ પંચાયતનો મામલો સામે આવ્યો છે. ગત 22મીના રોજ છોટાઉદેપુરના ખજુરીયા ગામનો યુવાન ગામની જ એક સગીરા સાથે ઘરેથી ભાગી ગયા હતા. જેઓને તેમના પરિજનો સાથે મળી ગામના આગેવાનો 23મી તારીખે કવાંટથી પકડી લાવ્યા હતા.
પકડી લવાયેલા આ પ્રેમી પંખીડાઓને ગામના કહેવાતા આગેવાનોએ ગામના પંચાયત ઘરમાં પૂરી દીધા હતા અને ત્યારબાદ ગામડાની પરંપરા મુજબ ગામના કહેવાતા પંચોએ ગામમાં પંચાયત ભરી ગુનો કર્યાના દાવા નિકાલ સ્વરૂપે પ્રેમી યુવાનને રૂપિયા 1.70 લાખના દંડની રકમ ભરવાનો તાલીબાની ફરમાન સંભળાવવામા આવ્યો હતો. આર્થિક રીતે નબળા પ્રેમી યુવાનના પરિવાર દંડની રકમ ભરવા સક્ષમ ન હોવાથી તેમણે ઇનકાર કરી દેતા સગીરાના પરિજનો પંચાયત ઘરમા પુરાયેલી સગીરાને બહાર કાઢી પોતાના ઘરે લઈ ગયેલા અને પ્રેમી યુવાનને પંચાયત ઘરના રૂમમાં જ ગોંધી રાખવામાં આવ્યો હતો. જેથી તાલિબાની ખાપ પંચાયતના ફરમાનથી ડઘાયેલા પ્રેમી યુવાને પંચાયત ઘરમાં આવેલા ઇંટરનેટના વાયરથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખાપ પંચાયતના તાલીબાની ફરમાનને લઈ યુવાને પોતાના પ્રેમની સજા સ્વરૂપે પોતાની જીવની આહૂતિ આપી દીધી હતી.
ખાપ પંચાયતના તાલીબાની નિર્ણયથી હતાશ યુવાને કરેલી આત્મહત્યાને લઈ ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ સંબંધે જીવની આહૂતિ આપનાર આશાસ્પદ યુવાનના પિતાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે કહેવાતી ખાપ પંચાતના પાંચ સદસ્યો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા સબબ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાત
Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન
Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
Rajkot News: ભાજપ નેતા પર હુમલાના કેસમાં રાજનીતિ જોરમાં, મનહર પટેલના સનસનીખેજ આરોપ
Rajkot New: જયંતિ સરધારા પર હુમલાના બનાવમાં PI સંજય પાદરીયા પાસે હથિયાર હતું કે કેમ તે હજી નથી થયું સ્પષ્ટ: પોલીસ
Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion