પાર્કિંગમાંથી કાર આવી ને બાળક કારની નીચે દબાઈ ગયું પછી શું થયું, વીડિયો જોઈને ચોંકી જશો
વાપીઃ રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતને સાબિત કરતી એક ઘટના વાપીમાં બની હતી. વાપીના ભાનુ હિલ્સમાં બે વર્ષનું બાળક પોતાની માતા સાથે સોસાયટીમાં રમતું હતું. ત્યારે અચાનક સોસાયટીના પાર્કિંગમાંથી એક કાર બહાર આવે છે. કાર આવતી જોઇ બાળકને લેવા માટે દોડેલી માતા નીચે પડી જાય છે અને બાળક તેની નીચે દબાઇ જાય છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. વીડિયો જોઇને લાગે છે કે બાળક કાર નીચે કચડાઇ ગયો હશે પરંતુ આશ્વર્યની વાત એ છે કે આ ઘટનામાં બાળકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનાનો સીસીટીવી ફુટેજ સાથેનો વીડિયો સોશ્યલ મિડીયામાં ફરી રહ્યો છે. એક માતા પોતાના બાળકને બચાવવાના પ્રયાસ કરે છે. ત્યારે અકસ્માતમાં કારની નીચે બાળક આવી જવા છતા વધારે ઇજા થતી નથી.
















