શોધખોળ કરો
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરાવતા સમયે એક બાઈકમાં આગ ભભૂૂકી ઉઠતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બાઈક પર સવાર પિતા-પુત્ર જીવ બચાવવા બાઈક છોડી ભાગી છૂટ્યાં હતાં. જોકે, આગ કાબૂમાં લેવાના પ્રયાસમાં પેટ્રોલ પંપના એક કર્મચારીએ ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિ શમન સિલિન્ડર) શરૂ કરવાની અણઆવડતને પગલે જીવ ખોવાનો વખત આવ્યો હતો.
યુપીનો વતની અને હાલ ચોક વિસ્તારમાં જ રહેતો રાજકુમાર રમાશંકર સીંઘ પણ અન્ય કર્મચારીઓ સાથે પેટ્રોલ પંપમાં આગને પ્રસરતા અટકાવવા બાઈકની આગ બૂઝાવવા માટે ફાયર એક્સટિંગ્વિશ (અગ્નિ શમન સિલિન્ડર-બોટલ) લઈ દોડ્યો હતો. દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થતાં તેનું ગળું જ ચિરી નાંખ્યું હતું. તેને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ ઢળી પડ્યો હતો.
સુરત
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
આગળ જુઓ





















