બોયફ્રેન્ડ કરતો હતો ચીટ, ગર્લફ્રેન્ડે બર્થ-ડે પાર્ટીમાં બોલાવી જાહેરમાં ઉતારી દીધા 'કપડાં'
ન્યૂયોર્કઃ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતી ટિઆના નામની એક યુવતીએ પોતાના 21મા જન્મદિવસ પર દગો આપી રહેલા પોતાના બોયફ્રેન્ડ સેન્ટોસને ઘરમાંથી ધકેલી દીધો હતો. યુવતીએ બર્થ-ડે સેલિબ્રેશન દરમિયાન સ્પીચમાં જાહેરમાં આ વાતનો ખુલાસો કર્યો હતો અને બધા મહેમાનોની વચ્ચે બોયફ્રેન્ડને ઘરમાંથી હાંકી કાઢ્યો હતો. યુવતીએ આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેને અત્યાર સુધીમાં 5.9 મિલિયન લોકોએ જોયો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે ટિઆના પોતાના મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી ઉજવી રહી છે. દરમિયાન તેનો બોયફ્રેન્ડ પણ પાર્ટીમાં હાજર છે. ટિઆનાને જાણ થઇ હતી કે તેનો બોયફ્રેન્ડ સેન્ટોસને અન્ય યુવતીઓ સાથે સંબંધો છે અને તેને ચીટ કરી રહ્યો છે. જેથી તેણે પોતાના બર્થ-ડે પર બોયફ્રેન્ડને જાહેરમાં પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. ટિઆનાએ પાર્ટીમાં ખુલાસો કર્યો હતો કે સેન્ટોસ તેને ચીટ કરી રહ્યો છે જેથી તેના બિસ્તરા પોટલા ભરીને ઘરમાંથી નીકળી જાય. ટિઆનાની જાહેરાત બાદ તેના મિત્રો પણ તેને સપોર્ટ કરે છે. ટિઆનાએ ટ્વિટર પર લખ્યું કે તે હવે સિંગલ છે.





















