Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસને કોણ ડૂબાડે છે?
રાહુલ ગાંધીએ ગઈકાલે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સંગઠન નિર્માણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. જો કે, અહીં ગુજરાત કોંગ્રેસનું એક ઉદાહરણ આપી ગુજરાત કોંગ્રેસના નેતાઓની પોલ ખોલી. ગુજરાતમાંથી શરૂ કરાયેલા સંગઠન સૃજન અભિયાનનું અને ગુજરાતના જિલ્લા સ્તરના કોંગ્રેસમાં જે લાગતા વળગતાને ગોઠવી દેવામાં આવ્યા હતા તેની રાહુલ ગાંધીએ વાત કરી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં જિલ્લા પ્રમુખો નક્કી કરવા માટે દિલ્હીથી ઓબ્ઝર્વર મોકલવામાં આવ્યા...તેઓ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગયા અને કાર્યકર્તાઓ સાથે વાત કરી અને નામ પસંદ કરી દિલ્હી મોકલ્યા હતા. જ્યારે તેઓ જૂનું લિસ્ટ અને નવા સૂચવાયેલા નામો જોઈ રહ્યા હતા ત્યારે જમીન આસમાનનો ફર્ક જોવા મળ્યો. જૂના લિસ્ટમાં સિનિયર નેતાઓના આસિસ્ટન્ટ જોવા મળ્યા જ્યારે નવા જે નામ સૂચવાયા છે તેમાં ભાવિ લીડરશીપ..રાહુલ ગાંધીએ વર્તમાન જિલ્લા પ્રમુખ માટે પણ એક મહત્વની વાત કરતા કહ્યું કે, જે લોકો હાલ સારું કામ કરી રહ્યા છે તેઓએ ચિંતા કરવાની જરુર નથી....તેઓને ફરીથી જિલ્લા પ્રમુખ બની શકે છે...





















