Hun to Bolish | હું તો બોલીશ | અંકુશ ક્યારે?
અસામાજિક તત્વો પર અંકુશ ક્યારે. આ જ સવાલના જવાબ માટે આજે યાત્રાધામ અંબાજીની બજારો રહી સજ્જડ બંધ. વેપારીઓમાં રોષ હતો અસામાજિક તત્વોના આતંકને લઈ.
અંબાજીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલના મેડિકલ સ્ટોર્સ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી. દુકાનમાં હાજર કર્મચારીને માર માર્યો હતો. જેન લઈ વેપારીઓમાં રોષ ફેલાયો. કારણ હતું 29 જુલાઈના બનેલી આ ઘટના. બન્ને આરોપી મેડિકલ સ્ટોરની સામે માનસિક દિવ્યાંગ વ્યક્તિને પરેશાન કરી રહ્યા હતા. મેડિકલ સ્ટોરમાં હાજર કર્મચારીએ ઠપકો આપતા માર મારી પથ્થરમારો કર્યો હતો. જેના વિરોધમાં આજે અંબાજીમાં તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા. જેમાં ટેક્ષીચાલકો પણ જોડાયા. પોલીસે હુમલો કરનારા 2 આરોપીની ધરપકડ પણ કરી છે. મોટી સંખ્યામાં વેપારીઓ પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. વેપારીઓની રજૂઆત બાદ પોલીસે આશ્વાસન આપ્યું કે, હવે અંબાજીમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઘોડેસવાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાશે.