Hun To Bolish : હું તો બોલીશ : દાવ પર સમાજ અને સંબંધ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાવાની છે...આજે આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. 22 નવેમ્બરે પરિણામ આવશે. પરંતુ આજે એ પરિણામની વાત કરવી છે જે ચૂંટણી પ્રચારના કારણે સમાજમાં આવ્યું છે. ચૂંટણીના કારણે અત્યાર સુધી ગામ અને જ્ઞાતિ-જાતિમાં ઝઘડા થતા હોવાનું જાણ્યુ અને સાંભળ્યું હશે.. પરંતુ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં તો પરિવારમાં જ ઝઘડા થયા. શરૂઆતમાં ચૌધરી સમાજમાં બે ફાટા પડ્યા અને હવે તો સ્થિતિ એવી થઈ ગઈ. કે એક પરિવારમાં દાદા અને પૌત્ર સામસામે આવી ગયા. પેટાચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષોએ સ્નેહ મિલનોના નામે જબરદસ્ત જ્ઞાતિવાદ ચલાવ્યો. ચૌધરી સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રી ભેમાભાઈના પૌત્ર રજનીશ પટેલ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલ છે.. અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી માટે પોતાના જ પરિવાર અને સમાજ પાસે મત માગી રહ્યા છે. તો આ યુવાન એટલે કે રજનીશ પટેલના દાદાના ભાઈ ગંગારામ પટેલની વાત કરીએ તો તેઓ કરી રહ્યા છે અપક્ષ ઉમેદવાર માવજી પટેલનો પ્રચાર.. પૌત્ર કમળ ખિલાવવાની વાત કરે છે, તો દાદા બેટ હાથમાં લઈને નીકળેલા અપક્ષ એવા માવજીભાઈ માટે મત માગે છે. પૌત્ર રજનીશને કમળ ખિલાવવુ છે તો દાદા કહી રહ્યા છે કમળવાળાને આ વખતે કચડી નાંખો. સાંભળી લઈએ....