શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપ

અમદાવાદના નારોલમાં આવેલી દેવી સિન્થેટિક નામની ફેક્ટરીમાં ગેસ ગળતર થતાં 2 શ્રમિકના મોત થયા. જ્યારે 7 શ્રમિકો સારવાર હેઠળ છે. જેમાંથી 4 શ્રમિકો વેન્ટિલેટર પર ICUમાં દાખલ છે. કપડાની ડાઈંગ કરતી આ ફેક્ટરીમાં સલ્ફયુરિક એસિડનું ટેન્કર ખાલી કરવામાં આવી રહ્યું હતું. આ સમયે જ બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડાનું રિએક્શન આવતા ગેસ ગળતર થયું. બે કેમિકલ ભેગા થતાં નાસભાગ મચી ગઈ. 9 શ્રમિકોને અસર થતાં તેમને સારવાર અર્થે LG હોસ્પિટલ ખસેડાયા. જ્યાં 26 વર્ષીય કમલ યાદવ અને 17 વર્ષીય લવકુશ મિશ્રાનું મોત થયું. મૃતક લવકુશ મિશ્રા દિવાળી વેકેશન પડ્યું હોવાથી હજુ 4 દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હતો. અને તે ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાં વેકેશન પડી ગયું હોવાથી મજૂરોના જે ઠેકેદાર આવ્યા હતા. તેઓ લવકુશને નોકરી કરવા માટે લઈ ગયા હતા. દિવાળીનું વેકેશન હતું જેના કારણે રજા હોવાથી તેને છેલ્લા ચાર દિવસથી નોકરી કરવા માટે ઠેકેદાર ફેક્ટરીમાં લઈ ગયો હતો અને આજે તેનો પાંચમો દિવસ હતો. જેવું કેમિકલનું રિએક્શન થયું, તરત જ સૌથી પહેલા લવકુશ ઢળી પડ્યો હતો. જેને બચાવવા માટે ફેક્ટરીના સુપરવાઇઝર કમલકુમાર દોડ્યા અને તેઓને પણ રિએક્શનની અસર થતાં તરત જ તે પણ ઢળી પડ્યા. કમલકુમારના પરિવારમાં તેમના માતા-પિતા, પત્ની અને બે બાળકો છે. ગેસ ગળતરથી બંનેને ફેફસામાં વધુ અસર થતાં સારવાર દરમિયાન બંનેના મોત થયા. દિવાળી પહેલાં જ 2 શ્રમિકોના મોતથી પરિવારે આક્રંદ કર્યો. આ કંપનીના માલિક વિનોદચંદ્ર અગ્રવાલ છે... જે સમયે ઘટના બની. ત્યારે તેઓ ત્યાં હાજર ન હતાં. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, કંપનીએ સેફ્ટી માટેના સાધનો પૂરા પાડ્યા ન હતા. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપ
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો

Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!

IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ

ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપHun To Bolish: હું તો બોલીશ: ભ્રષ્ટાચારના ભૂતનું મારણ શું?Saurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયાAhmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!
Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
કોચનું AC ન ચાલવા પર મુસાફરે ફરિયાદ કરી તો ઢસડીને લઈ ગઈ રેલવે પોલીસ, જુઓ બર્બરતાનો વીડિયો

IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો

ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ

મુસ્લિમોમાં મુતાહ શું છે? એમાં એક બે નહીં 20-25 વાર પણ ઘર વસાવી લે છે છોકરી

Embed widget