(Source: ECI/ABP News/ABP Majha)
કોચનું AC ન ચાલવા પર મુસાફરે ફરિયાદ કરી તો ઢસડીને લઈ ગઈ રેલવે પોલીસ, જુઓ બર્બરતાનો વીડિયો
કથિત રીતે આ વીડિયો લખનઉનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ જોરજોરથી ચીસો પાડી રહ્યો છે કે આ જાહેરમાં ગુંડાગીરી છે.
Trending Video: ભારતીય રેલવેના ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા હશે જે અવારનવાર ચર્ચાનો વિષય બને છે. પરંતુ આ વખતે ભારતીય રેલ ચર્ચામાં આવવાનું કારણ અલગ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રેલવે પોલીસ એક મુસાફરને માત્ર એટલા માટે મારતી દેખાય છે કારણ કે તેણે AC ન ચાલવા પર આની ફરિયાદ રેલવેને કરી, સુનાવણી ન થતાં તેણે ટ્રેનની ચેઇન ખેંચીને ગાડી રોકી અને આનો વિરોધ કર્યો. બસ આ વાત રેલવે પોલીસને ન ગમી અને પોલીસે ન માત્ર મુસાફરને ટ્રેનમાંથી ઉતાર્યો પરંતુ વાયરલ વીડિયો મુજબ તેની સાથે મારપીટ પણ કરી.
ચેઇન પુલ કરવા પર પોલીસે કરી મારપીટ
કથિત રીતે આ વીડિયો લખનઉનો હોવાનું કહેવાય છે, જોકે એની પુષ્ટિ ABP ન્યૂઝ કરતું નથી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ જોરજોરથી ચીસો પાડી રહ્યો છે કે આ જાહેરમાં ગુંડાગીરી છે, ACની ખરાબીની ફરિયાદ કરી છે અને આખો વિભાગ મારી ઉપર ચડી ગયો છે. "જાગો પબ્લિક જાગો" પછી વ્યક્તિ અખિલેશ યાદવના નારા પણ લગાવતો દેખાય છે. ત્યારબાદ પોલીસ બળજબરીથી વ્યક્તિને ખરાબ રીતે પકડીને ટ્રેનમાંથી ધક્કા મારતા બહાર કાઢતી દેખાય છે. આસપાસ લોકો એકઠા થયા છે અને પોલીસને કહી રહ્યા છે કે ફરિયાદ કરવા છતાં સમાધાન ન મળ્યું એટલે તેણે આવું પગલું લીધું છે.
વારંવાર AC ખરાબ થવાની ફરિયાદ પછી ખેંચી ચેઇન!
વીડિયોમાં આગળ મુસાફરોને TTT સાથે દલીલ કરતા બતાવાયા છે, જ્યાં કેટલાક લોકો TTTને એમ કહેતા દેખાય છે કે તમે ફરિયાદ પુસ્તિકામાં પૂરી વાત કેમ નથી લખી. જ્યારે ફરિયાદ કર્યા પછી પણ સમાધાન ન થયું ત્યારે જ એ મુસાફરે સ્ટેશન પર ટ્રેનની ચેઇન ખેંચી. તમારામાં માનવતા નામની વસ્તુ નથી TTT સાહેબ, એ વ્યક્તિએ તમને બચાવતા ફરિયાદ કરી હતી, આ વાતનો તો ખ્યાલ રાખી લેતા.
#Lucknow, UP: Look at the brutality of Railway Police Lucknow.
— Saba Khan (@ItsKhan_Saba) October 27, 2024
A passenger was beaten, dragged and arrested for pulling chain in train no 13274 from Varanasi to Mathura.
Passengers reported about the malfunctioning of AC but there was no response+ pic.twitter.com/QQnp5FguIY
રેલવે પર ગુસ્સે થયા યુઝર્સ
વીડિયોને @ItsKhan_Saba નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, આ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ વીડિયોને સતત શેર કરવામાં આવી રહ્યો છે, જેના પર યુઝર્સ પોતાની તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું... મોદી હૈ તો મુમકિન હૈ. એક અન્ય યુઝરે લખ્યું... રેલવે તાનાશાહી કરી રહ્યું છે, આ પોલીસવાળાઓને તુરંત હટાવી દેવા જોઈએ. તો વળી એક અન્ય યુઝરે લખ્યું... પૈસા આપ્યા છે તો AC ખરાબ કેમ.
આ પણ વાંચોઃ