શોધખોળ કરો

Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!

Dhanteras 2024: બજાર નિષ્ણાતોના મતે, સોનું આ દિવાળીએ 80 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામનો આંકડો સ્પર્શી શકે છે. દિવાળી અને ધનતેરસ પર સોના અને ચાંદીના રેકોર્ડબ્રેક વેચાણની આશા છે.

Dhanteras 2024: સોનાની ચમક દર વીતતા મહિના સાથે વધુ વધતી જાય છે. હવે દિવાળી અને ધનતેરસની નજીક આવતા જ તેના નવા રેકોર્ડ બનાવવાની આશા રખાઈ રહી છે. ગયા ધનતેરસે સોનાની કિંમત આશરે 60 હજાર રૂપિયા હતી, જે આ વર્ષે 78 હજાર પ્રતિ 10 ગ્રામનો આંકડો પાર કરી ચૂકી છે. તેણે ગયા દિવાળીથી અત્યાર સુધીમાં 30 ટકાથી વધુનું રિટર્ન આપી દીધું છે. હવે બજાર નિષ્ણાતોનો અંદાજ છે કે સોનું એક લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામનો આંકડો પણ સ્પર્શી શકે છે. જોકે, આ માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે.

ધનતેરસે સોના અને ચાંદીની ભરપૂર ખરીદી થવાની આશા

બજારના ટ્રેન્ડ જોતાં આશા રખાઈ રહી છે કે આ દિવાળી અને ધનતેરસે પણ સોના અને ચાંદીની ભરપૂર ખરીદી થવાની છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડેટા અનુસાર, દિવાળી 2023થી અત્યાર સુધી ગોલ્ડના રેટ ખૂબ વધ્યા છે. તેણે રોકાણકારોને નિફ્ટી 50 ઈન્ડેક્સના 28 ટકા રિટર્નથી પણ વધુ ફાયદો આપ્યો છે. વર્ષ 2024માં જ સોનાની કિંમત આશરે 23 ટકા વધી ચૂકી છે. તેણે ઇક્વિટી રિટર્નને પાછળ છોડી દીધું છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, સેન્સેક્સ આ વર્ષે આશરે 11 ટકા જ રિટર્ન આપી શક્યો છે.

આ દિવાળીએ 80000 રૂપિયાનો આંકડો પાર કરી શકે છે ગોલ્ડ

રિપોર્ટમાં કહેવાયું છે કે આટલી વધુ કિંમત છતાં ફેસ્ટિવ સીઝનમાં સોનાની માંગ ઘટવાનું નામ નથી લેતી. તે ધનતેરસે 80 હજાર રૂપિયાનો આંકડો પાર કરી શકે છે. દુનિયામાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિઓને કારણે રોકાણકારો તેને સૌથી સુરક્ષિત રોકાણનું માધ્યમ માની રહ્યા છે. તે લિક્વિડિટી સાથે જ તમને મોંઘવારીની અસરથી પણ બચાવે છે. દરેક ઉભરતા અર્થતંત્રમાં સોનાની ખરીદી સતત વધતી જઈ રહી છે.

દિવાળી 2025 સુધીમાં 1,03,000 રૂપિયાનો શિખર સ્પર્શવાની આશા

બજાર નિષ્ણાતોનું કહેવું છે કે તમે ગોલ્ડ ઉપરાંત ગોલ્ડ ETF અને સોવરેન ગોલ્ડ બોન્ડમાં પણ રોકાણ કરી શકો છો. અત્યારે સોનામાં રોકાણનો યોગ્ય સમય માનવામાં આવી રહ્યો છે. તમે આવતી દિવાળી અને ધનતેરસ સુધી 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના ટાર્ગેટ સાથે સોનું ખરીદી શકો છો. તેની કિંમત દિવાળી 2025 સુધીમાં 1,03,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચવાની આશા છે. છેલ્લા 5 વર્ષમાં સોનું લગભગ બમણા રેટે પહોંચી ગયું છે. સાથે જ 10 વર્ષમાં તેણે 10 ગણો ઉછાળો માર્યો છે. તેની માંગ આવનારા સમયમાં ઘટવાની કોઈ આશા નજરે પડતી નથી.

આ પણ વાંચોઃ

સવારે ઉઠતા જ આ રીતે પાણી પીવો, એક જ ઝાટકે પેટ સાફ થઈ જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!
Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ

ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દિવાળીમાં મોતની હોળી કોનું પાપSaurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયાAhmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડીFast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? અપનાવો આ ટિપ્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!
Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
IND vs NZ 3rd Test: હાર બાદ BCCI એક્શનમાં! દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
ભારતના સ્ટાર બેટ્સમેનના પિતાએ રાજનીતિમાં કરી એન્ટ્રી, JDUમાં જોડાતા જ કહ્યું – નીતિશ કુમાર.....
કોચનું AC ન ચાલવા પર મુસાફરે ફરિયાદ કરી તો ઢસડીને લઈ ગઈ રેલવે પોલીસ, જુઓ બર્બરતાનો વીડિયો

IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો

ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ

મુસ્લિમોમાં મુતાહ શું છે? એમાં એક બે નહીં 20-25 વાર પણ ઘર વસાવી લે છે છોકરી

Embed widget