(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના દાનવ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના દાનવ
અમદાવાદમાં વ્યાજખોરોને નથી રહ્યો પોલીસનો ડર.. સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાસે જમીન દલાલ પર વ્યાજખોરે હુમલો કર્યો.....સેટેલાઈટના બાગેશ્રી ફ્લેટમાં રહેતા જમીન દલાલ ચેતન ભાવસારના ભાગીદાર ઈન્દ્રવિજયસિંહે 4 વર્ષ પહેલા રાજુ રબારી પાસે વ્યાજે રૂપિયા લીધા હતા...ઇન્દ્રવિજયસિંહે પૈસા પરત કરી દીધા હોવા છતાં રાજુ રબારી હેરાન કરતો હતો...જેને લઈને બે દિવસ પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજુ રબારી સામે ઇન્દ્રવિજયસિંહે ફરિયાદ નોંધાવી હતી....રાજુ રબારીને શંકા ગઈ કે, ચેતન ભાવસરના કહેવાથી ઈન્દ્રવિજયસિંહે ફરિયાદ નોંધાવી...જેથી રાજુ રબારી અને તેના સાગરિતો ચેતન ભાવસરની સોસાયટીમાં પહોંચ્યા અને માથામાં દંડો મારી ચેતન ભાવસારનું માથું ફોડી નાખ્યું...ઘટનાની જાણ થતા આસપાસના રહીશો દોડી આવ્યા અને ચેતનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો....હાલ તો પોલીસે રાજુ રબારી સહિત બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે....
સુરતમાં ફાઇનાન્સર વિરલ પટેલ સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી....ભટારના વેપારીએ ફાઈનાન્સર પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા...તેની સામે વેપારીએ 2 લાખ 12 હજાર રૂપિયા ચૂકવી દીધા...આ ઉપરાંત વ્યાજખોરે વધુ 6 લાખ 26 હજાર રૂપિયા માંગી મોપેડ પચાવી પાડી.... વેપારી પાસે બે ચેક ઉપર સહી પણ કરાવી લીધી...વેપારીએ અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી.
વ્યાજખોરોનો આતંક સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પણ છે...13 ઓક્ટોબરે વ્યાજખોરોએ એક યુવકને માર મારી લૂંટ ચલાવી....ખેરાળી ગામના યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા..3 લાખના વ્યાજ સહિત 20 લાખ રૂપિયા ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરો પરેશાન કરી રહ્યા હતા....મોડી રાત્રે વ્યાજખોરો હથિયારો સાથે ધસી આવ્યા અને યુવકને માર મારી લૂંટ ચલાવી....
સુરત શહેરના ભાજપના જ મહિલા કોર્પોરેટર વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા...કોર્પોરેટર દર્શનીબેન કોઠીયાએ ટેક્સટાઈલના ધંધા માટે સચિન જૈન પાસેથી 3 ટકાના વ્યાજે 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા...દર મહિને 75 હજાર વ્યાજ ચૂકવતા હતા...2023 સુધી વ્યાજ ચૂકવ્યા બાદ કોર્પોરેટરે વ્યાજ ચૂકવવાનું બંધ કરતા સચિન જૈને પઠાણી ઉઘરાણી કરી પરિવાર અને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાની ધમકી આપી...મહિલા કોર્પોરેટરે આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે...