Hun To Bolish : હું તો બોલીશ : મહા કૌભાંડનો મહા પર્દાફાશ
દેશની 12 હજાર ફાર્મસી કોલેજ જેના હેઠળ આવે છે એ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વડા મોન્ટુ પટેલ સામે કરોડો રૂપિયાના કૌભાંડનો લાગ્યો છે આરોપ. મોન્ટુ પટેલ પર ખોટી રીતે અધ્યક્ષ બની દેશભરની 800થી વધુ ફાર્મસી કોલેજમાં અલગ અલગ મંજૂરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ છે. માળખા વગરની અનેક કોલેજોને મંજૂરી આપ્યાનો FIRમાં ઉલ્લેખ કરાયો છે. મોન્ટુ સામે કોલેજ દીઠ 20થી 25 લાખ લીધાનો આરોપ છે. મોન્ટુ પટેલ પ્રમુખની ચૂંટણી જીતવા રૂપિયા આપ્યો હોવાનો પણ FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે. મોન્ટુ પટેલની દિલ્લી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર CBIએ બુધવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તે ભુગર્ભમાં ઉતરી ગયો છે. પણ તેણે કરેલા કાળા કાંડનો ભાંડો એક બાદ એક ખુલી રહ્યો છે.. મોન્ટુ પટેલની અંગત ડાયરી પણ મળી આવી છે. ડાયરીમાં કઈ કોલેજને માન્યતા આપી કેટલા રૂપિયા લીધા તેની તમામ વિગતો છે. કોના કોના નામે પ્રોપર્ટી વસાવી તેમજ મકાન જમીન સહિતની મોંઘીદાટ ગાડીઓની માહિતી પણ આ ડાયરીમાં મળી આવી છે. મોન્ટુ પટેલ પર નકલી ઈન્વર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ, ફાઈલોમાં હેરાફેરીનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ પર પોતાના સાગરિતોને મોટા પદ પર બેસાડવાનો પણ આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલે જશુ ચૌધરીને મંજૂરી વિના ગુજરાત ફાર્મસી કાઉન્સીલનો રજિસ્ટાર બનાવ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે. અગાઉથી 2 રજિસ્ટાર હોવા છતાં જશુ ચૌધરીને મોન્ટુ પટેલના કહેવાથી ત્રીજા રજિસ્ટાર બનાવ્યા હતા. જેની ઘણી ફરિયાદ પણ ઉઠી હતી.




















