Hun To Bolish : હું તો બોલીશ : મહારાષ્ટ્રનો ખેડૂત થશે 'દેવામુક્ત', ગુજરાતનો ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : મહારાષ્ટ્રનો ખેડૂત થશે 'દેવામુક્ત', ગુજરાતનો ક્યારે ?
મહારાષ્ટ્ર માટે ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર...મહારાષ્ટ્રની જનતાને ભાજપે 25 વચન આપ્યા....જેમાંથી એક વચન મહારાષ્ટ્રના ખેડૂતોને આપ્યું....સંકલ્પ પત્ર અનુસાર, મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરાશે....અને કિસાન સન્માન નિધિ 12 હજારથી વધારી 15 હજાર કરાશે...
સંસદમાં કેન્દ્રીય કૃષિમંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રના પ્રત્યેક ખેડૂત માથે 82 હજાર 85 રૂપિયાનું દેવું છે....જ્યારે ગુજરાતના ખેડૂતો પરનું માથાદીઠ દેવું 56 હજાર 568 રૂપિયા છે...જે દેશમાં 11માં ક્રમે છે...આ આંકડા મુજબ ગુજરાતના ખેડૂતની સરેરાશ માસિક આવક 12 હજાર 631 રૂપિયા છે....અને દેશમાં આવક મુદ્દે ગુજરાત 10માં ક્રમે છે.....ગુજરાતનો સરેરાશ 42.5 ટકા ખેડૂત દેવાદાર છે....
આ અંગે ખાસ ચર્ચામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ ખેડૂત જોડાયા હતા.