(Source: ECI/ABP News/ABP Majha)
Mehsana: મહેસાણામાં માત્ર એક જ મહિનામાં 40 નવજાતોના મોત થતા ખળભળાટ, આરોગ્ય મંત્રીએ આપ્યો આ જવાબ
મહેસાણા: બાળ મૃત્યુદરને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જિલ્લા મહેસાણામાં ખડભળાટ મચી ગયો છે. માત્ર એક જ મહિનામાં 40 નવજાતોના મોત થયા છે, જેના કારણે પ્રશાસન ચિંતામાં મુકાયું છે.
મહેસાણા: બાળ મૃત્યુદરને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જિલ્લા મહેસાણામાં ખડભળાટ મચી ગયો છે. માત્ર એક જ મહિનામાં 40 નવજાતોના મોત થયા છે, જેના કારણે પ્રશાસન ચિંતામાં મુકાયું છે. નવજાતના મોતના કારણોની આરોગ્ય મંત્રીએ સમીક્ષા કરી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સગર્ભા અને નવજાતનો મૃત્યુ દર ઘટ્યો છતાં પણ ચિંતાજનક સ્થિતિ છે.
આ ઉપરાંત શારીરિક કારણો હોય છે અને એના કારણે બાળમૃત્યુ પણ થતું હોય છે. તેના માટે રાજ્ય સરકારે સગર્ભા માતાઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. જ્યાં ડિલીવરીમાં મુશ્કેલી થઈ શકે તેમ હોય, એવી તમામ હોસ્પિટલોની અંદર મેડિકલ કોલેજ છે, ડિસ્ટ્રિક્ટ લેવલની જે હોસ્પિટલ છે, એ તમામ હોસ્પિટલોમાં સાત દિવસ પહેલા દાખલ કરી અને સાત દિવસ પછી બાળકના જન્મ પછી એને રજા આપવાાં આવે છે.
તો બીજી તરફ બાળ મૃત્યુદરને લઈને મહેસાણા આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે કે, બાળા અને માતાના મરણના દરમાં ઘટાડો થયો છે. બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી સફળતા મળી હોવાની વાત આરોગ્ય અધિકારીએ જણાવી છે. વર્ષ 2021 થી ગણીએ તો 21-22, 22-23 અને 23-24 ના વર્ષમાં બાળમરણનું જે માતામરણનું મૃત્યુ એક સમય 131% જેટલું હતું, જે ઘટાડીને 60 થી 55% સુધી લઈ આવ્યા છીએ અને આ વર્ષે પણ બાળ મૃત્યુનો જે દર છે ધીમે ધીમે ઘટતો જાય છે.
તમણે વધુમાં કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીના સહિયારા પ્રયત્નોથી મહેસાણા જિલ્લામાં એક એક બાળ મરણનું જે મૃત્યુનું જે કારણ છે, એ અમારી જે કમિટી છે, સ્ટીરિંગ કમિટી જ્યારે થાય ત્યારે એની એક એક મૃત્યુની ચર્ચા થાય અને એમાં જે જે કારણો હોય અને એ કારણો મોટે ભાગે અમે નાના મોટા કારણો હતા, એ છેલ્લા ત્રણ વર્ષમાં એને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે અને અમને બહુ સારી સફળતા મળી છે.
બાળ મૃત્યુદરના આંકડાને લઈને કોંગ્રેસના પ્રહાર
બાળ મૃત્યુદરના આંકડાને લઈને કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મહેસાણામાં બાળકોના મૃત્યુના આંકડા ચિંતાજનક હોવાની વાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવી છે. જાહેરાતોના બદલે જીવન પર કામ થવું જોઈએ. રાજ્ય માટે કુપોષિત બાળકો ચિંતાનો વિષય છે. બાળકોને પોષિત કરવાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ મનીષ દોશીએ જણાવી છે.
મનીષ દોશીએ વધુમાં કહ્યું કે, જે રીતે આંકડા સામે આવે છે, 2022 ની અંદર જે કુપોષિત બાળકોની સંખ્યા હતી એ સવા લાખ સુધીની હતી. એનાથી 2023 માં ચાર ગણા આંકડા ખુદ સરકારે વિધાનસભાને પટાલ ઉપર કીધું, 5,7000 જેટલા બાળકો કુપોષિત છે. જુદા જુદા પોષણક્ષમ આહારના નામે વાતો કરે અને બીજી બાજુ તેમના તે સમયના તત્કાલીન પ્રભારી સંગઠન પ્રભારીની કંપનીને બારોબાર કરોડનો આવી રીતે બાલભોગનો આખે આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવે, જે ભ્રષ્ટાચારનું સીમાચિન્હરૂપ હતું. એ ત્યાંથી ક્યારે આપણા બાળકોએ સુપોષિત થાય? એટલે હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે બહુ જાહેરાતો કરી, જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચવાને બદલે ગુજરાતના બાળકોને તમે પોષણક્ષમ આહાર પહોંચાડો, એને સાચી રીતે યોજનાનો લાભ અપાવો. તો જ ગુજરાતના બાળકો પોષિત થશે અને ગુજરાતના બાળકો પોષિત થશે તો રાજ્યમાં સ્વસ્થતા પણ વધશે અને રાજ્યની તાકાત પણ વધશે.
સૌથી વધુ કુપોષિત બાળકો વાળા 10 જિલ્લા કયા છે?
સૌથી વધુ કુપોષિત બાળકોવાળા જે 10 જિલ્લા છે તેમાં સૌથી પહેલો ક્રમ અમદાવાદ જિલ્લાનો છે. અમદાવાદમાં 2023 ની સ્થિતિ વિશે જો વાત કરીએ તો, 56,941 કુપોષિત બાળકો હચા. ત્યારબાદ આવે છે દાહોદ. દાહોદમાં 51,321 બાળકો કુપોષિત હતા. આ આંકડા 2023ના છે. ત્યારબાદ ત્રીજા ક્રમ ઉપર આવે છે બનાસકાંઠા, જ્યાં 48,866 બાળકો કુપોષિત છે. પંચમહાલમાં 31,512 બાળકો કુપોષિત છે. પાંચમા ક્રમે આવે છે ખેડા, જ્યાં 28,800 બાળકો કુપોષિત છે. છઠ્ઠો ક્રમ છે સુરતનો અને અહીં 26,82 જેટલા બાળકો કુપોષિત છે. સાતમો ક્રમ છે ભાવનગરનો, જ્યાં 26,188 બાળકો કુપોષિત છે. સાબરકાંઠાનો આઠમો નંબર છે, જ્યાં 25,160 બાળકો કુપોષિત છે. નવમો ક્રમ છે છોટા ઉદયપુરનો, કે જ્યાં 19,898 બાળકો કુપોષિત છે અને 10 મો નંબર આણંદનો છે, કે જ્યાં 19,586 જેટલા બાળકો કુપોષિત છે. રાજ્યમાં કુપોષણની આ સ્થિતિ 2023 ના આંકડા પ્રમાણેની છે.
આ પણ વાંચો...