Hun To Bolish : હું તો બોલીશ : સફાઇ કામદારોનો 'હર્ષ'
Hun To Bolish : હું તો બોલીશ : સફાઇ કામદારોનો 'હર્ષ'
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના જન્મદિવસે ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ.. ટાઉનહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના 1500 સફાઈ કામદારોને સન્માનિત કરીને તેની સાથે ભોજન સમારંભ યોજ્યો.. સાથે જ તેમને સ્વેટરનું વિતરણ પણ કર્યુ.. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કામદારોના અવિરત અને નિષ્ઠાપૂર્ણ કાર્યની પ્રશંસા કરી.. સાથે જ કહ્યું કે શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ સૌની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.. આપ તમામ સ્વચ્છતાના સેવકો છો.. જેમના પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે.. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. આ જ પ્રકારના વીડિયો તમે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલ પરથી પણ મેળવી શકો છો.





















