શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ

Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ

હું તો બોલીશમાં આજનો મારો બીજો મુદ્દો છે હું તો ભણીશ... આ મુદ્દામાં મારે વાત કરવી છે આવતીકાલના ભવિષ્યની.. જે શિક્ષણ પર ટકેલું છે.. પણ સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયોનું પ્રમાણ ઉંચું જઈ રહ્યું છે..આવો આપને પહેલા મેપના માધ્યમથી બતાવું કે કયા સ્તરમાં કેટલો ડ્રોપ આઉટ રેશિયો છે.... 

ધોરણ મુજબ ડ્રોપ આઉટ રેટની સ્થિતિ (મેપ પ્રમાણે સ્થિતિ- મેપ બદલાશે)
----------
મેપ - 1
- પ્રાથમિકમાં માત્ર 0.20 % ડ્રોપ આઉટ રેશિયો 

શિક્ષણ ક્ષેત્રે 0.20 ટકા ડ્રોપ આઉટ રેશિયો એ અત્યંત આદર્શ અને સકારાત્મક સ્થિતિ દર્શાવે છે. તેનો સરળ અર્થ એ થાય છે કે દર ૧,૦૦૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૨ વિદ્યાર્થીઓ જ વચગાળામાંથી શાળા છોડે છે, જ્યારે બાકીના ૯૯૮ વિદ્યાર્થીઓ પોતાનું ભણતર ચાલુ રાખે છે.
----------
મેપ - 2

- અપર પ્રાયમરીમાં 05.80 % ડ્રોપ આઉટ રેશિયો

ગુજરાતમાં ૫.૮૦% નો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો અને ચિંતાજનક ગણાય.સરળ ગણિતીય અર્થ એ થાય છે કે દર ૧,૦૦૦ વિદ્યાર્થીઓમાંથી ૫૮ વિદ્યાર્થીઓ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા વિના જ શાળા છોડી દે છે.
----------
મેપ - 3

- માધ્યમિકમાં 16.90 % ડ્રોપ આઉટ રેશિયો

માધ્યમિક સ્તરે (ધોરણ ૯ અને ૧૦) 16.90 ટકા ડ્રોપ આઉટ રેશિયોએ શિક્ષણ ક્ષેત્રની સૌથી ગંભીર અને ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. તેનો ગણિતીય અર્થ એ થાય છે કે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા વિના જ દર ૧૦૦ વિદ્યાર્થીઓમાંથી આશરે ૧૭ વિદ્યાર્થીઓ (અથવા દર ૧,૦૦૦ માંથી ૧૬૯ વિદ્યાર્થીઓ) અધવચ્ચેથી જ ભણવાનું છોડી દે છે..

હવે આપને મેં ગ્રીન ઝોન અને રેડ ઝોન બતાવ્યા એ કયા આધાર પર હોય છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી બતાવીશ.. 
=========================
ગ્રીન ઝોન એટલે શું ? (સંતોષકારક સ્થિતિ)
- જે વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયો ૧૦ ટકાથી ઓછો અથવા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો નીચો હોય, તેને ગ્રીન ઝોનમાં ગણવામાં આવે છે.
=========================

યલો ઝોન એટલે શું ?
જે જિલ્લા, તાલુકા કે શાળાનો ડ્રોપ આઉટ રેટ ૧૦% થી ૧૫% ની વચ્ચે હોય, તેને યલો ઝોન અથવા ઓરેન્જ ઝોનની પ્રારંભિક શ્રેણીમાં ગણવામાં આવે છે.
=========================
ઓરેન્જ ઝોન એટલે શું ?(મધ્યમ સ્થિતિ)
જે જિલ્લાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ૧૦% થી ૨૦% ની વચ્ચે હોય, તેને ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના મધ્યમ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ કેટેગરીમાં આવે છે.
=========================
રેડ ઝોન એટલે શું ? (ચિંતાજનક સ્થિતિ)
જે જિલ્લા અથવા શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ૨૦ ટકા કે તેથી વધુ હોય, તેને રેડ ઝોનમાં મૂકવામાં આવે છે..
=========================
રાજ્ય સરકારના 'શાળા પ્રવેશોત્સવ' જેવા વિવિધ પ્રયાસો છતાં, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે (ધોરણ ૯ થી ૧૨) વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ છોડી રહ્યા છે.

મુખ્યત્ત્વે સરકારી શાળાઓમાંથી દર વર્ષે સરેરાશ 5 લાખ 26 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. આમાં 4,88,898 વિદ્યાર્થીઓ તો ધોરણ 6,9,10 અને 11માં અભ્યાસ છોડી દે છે. 

આમાં ધોરણ 6 અને 9માં તો નવા એડમિશન વખતે જ વિદ્યાર્થીઓ એડમિશન નહીં લઈ અભ્યાસ છોડે છે, 

જ્યારે ધોરણ 10માં નાપાસ થયા હોવાથી ધોરણ 11માં વિદ્યાર્થીઓ ઓછા દાખલ થાય છે. 

રાજ્ય સરકારનો રિપોર્ટ એવો છે કે અભ્યાસ છોડતાં 5.26 લાખ વિદ્યાર્થીઓમાંથી 4.07 લાખ વિદ્યાર્થીઓ હાયર લેવલમાં એડમિશન નહીં મળવાથી અભ્યાસ છોડી દે છે, કારણ કે રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ, ધોરણ 6 થી 8ની શાળાઓ, ધોરણ 9 થી 10ની શાળાઓ અને ધોરણ 11 અને 12ની શાળાઓ એમ અલગ સ્ટ્રક્ચર શાળાઓ હોઈ પાસ થતાં વિદ્યાર્થીઓએ વારંવાર શાળાઓ બદલવી પડે છે, 

બીજા શબ્દોમાં, ધોરણ 1 થી 12ની શાળાઓ રાજ્યમાં બહુ ઓછી છે. ગ્રોસ એન્રોલમેન્ટ રેશિયો યાને શાળા પ્રવેશની બાબતમાં ગુજરાત દર વર્ષના પ્રવેશોત્સવ કાર્યક્રમ પછીયે અખિલ ભારત સરેરાશ કરતાં પાછળ છે.

ધો 1 થી 5માં રાજ્યમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2023-24માં 93.3 ટકા હતો, તે 2024-25માં 95.4 ટકા હતો. એવી જ રીતે સેકન્ડરી સ્તરે રાજ્યનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2024-25માં 61 ટકા હતો, જેની સામે અખિલ ભારત સરેરાશ 68.5 ટકા હતી. રાજ્યનાં ડ્રોપ આઉટ રેટ યાને શાળા છોડવાનું પ્રમાણ 2024-25માં ધોરણ 6 થી 8માં 5.8 ટકા અને સેકન્ડરી સ્તરે 13.6 ટકા હતું.

ગુજરાતમાં ધોરણ 1 થી 12ની કુલ 53,355 શાળાઓમાં કુલ સરેરાશ 1 કરોડ 15 લાખ વિદ્યાર્થીઓ ભણે છે, જે

પૈકી ગ્રાન્ટેડ સિવાયની 34,638 સરકારી શાળાઓમાં સરેરાશ 53,68,061 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 

કેન્દ્ર સરકારના UDISE+ રિપોર્ટમાં  રાજ્યમાં શાળાઓ અને વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે આંકડા જાહેર કરવામાં આવ્યા... આ આંકડા 2024-2025ના છે... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Embed widget