Hun To Bolish: હું તો બોલીશ: સામી દિવાળીએ ખેતીમાં દેવાળું
પાછોતરા વરસાદે રાજકોટ જિલ્લામાં વેર્યો વિનાશ. લોધિકા, કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો. તો પડધરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તો રવિવારના પાંચથી છ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો. મગફળીનો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ ગયો છે. મગફળીના તૈયાર પાથરા પર સતત આઠ દિવસથી વરસાદ વરસતા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. મગફળી ઉપરાંત કપાસ અને સોયાબીનના તૈયાર પાકને પણ નુકસાન થયું છે. મગફળીમાંથી નીકળતો પશુઓ માટેનો ચારો સંપૂર્ણપણે નાશ પામ્યો. રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામે ભારે વરસાદ વરસતા મગફળી, કપાસ, સોયાબીન સહિતનો તૈયાર પાક નષ્ટ થઈ ગયો. અહીં ખેડૂતોએ મગફળી કાઢીને પાથરા રાખ્યા હતા. આ સમયે જ વરસાદ વરસતા મગફળી પલળી ગઈ. આવી જ સ્થિતિ જોવા મળી ખાખી જાળિયા ગામમાં. અહીં પણ વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન. એરંડા સહિતના પાકનો સોથ વળી ગયો. તો પડધરી તાલુકામાં પણ વરસાદે ખેડૂતોને કર્યા છે પાયમાલ. પડધરી તાલુકામાં મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે... તો કપાસ અને સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે....ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગોંડલના સુલતાનપુર ગામે તો રવિવારે વરસેલા વરસાદે ઠેર- ઠેર તારાજી સર્જી દીધી. મગફળીના ખેતરોમાં તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કેટલાક ઠેકાણે તો મગફળીના પાથરા ખેતરમાં વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતા જોવા મળ્યા... તો ઠેક ઠેકાણે પાણીના તેજ પ્રવાહે જમીન પણ ધોઈ નાખી. પાણીએ જે સાથે આવ્યું તેને તાણી જતા ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં મહદઅંશે ખેતી પાકને નુકસાન થયું છે....

ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
