Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?
જૂનાગઢની વિસાવદર બેઠક પર ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ત્રિપાંખિયો જંગ હતો. જેમાં AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીને 66 હજાર 210 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને 59 હજાર 147 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ વાડોદરિયાને માત્ર 16 હજાર 963 મત મળ્યા હતા. આ ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ હર્ષદ રિબડિયાએ ભૂપત ભાયાણી સામે જીતને પડકારતી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જોકે, એક જ વર્ષમાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા જેને કારણે બેઠક ખાલી પડી. ત્યારબાદ કાયદાકીય ગૂંચને કારણે પેટાચૂંટણી નહોતી યોજાઈ. હવે ભૂપત ભાયાણી સામેની પિટિશન હાઈકોર્ટમાંથી હર્ષદ રિબડીયાએ પરત ખેંચતા વિસાવદર બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરતા ગુજરાતની રાજનિતીમાં આગામી સમયમાં પરિવર્તન આવશે તેવી વાત પ્રદેશ આપના મહામંત્રી મનોજ સોરઠિયા કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
