Ahmedabad News : અમદાવાદમાં ગેરકાયદે રહેતા 50થી વધુ બાંગલાદેશી ઝડપાયા, નકલી દસ્તાવેજ પણ મળ્યા
Ahmedabad News : અમદાવાદમાં ગેરકાયદે રહેતા 50થી વધુ બાંગલાદેશી ઝડપાયા, નકલી દસ્તાવેજ પણ મળ્યા
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ દસ્તાવેજો સાથે 50 થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપી પાડ્યા છે. હજુ પણ 200 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે. નકલી દસ્તાવેજો કોના ત્યાં કેવી રીતે આવ્યા તેની તપાસ પણ કરવામાં આવશે. બાંગ્લાદેશથી કેવી રીતે આવ્યા તે અંગે પણ તપાસનો તમદમાટ શરૂ થયો છે. કેટલા સમયથી અમદાવાદમાં વસવાટ કરે છે તે અંગે પણ પૂછપરછ ચાલુ છે. કુબેરનગરમાંથી ઝડપાયેલા લોકો પાસે જે ઓળખના દસ્તાવેજો હતા તે પણ એકત્રિત કરવામાં આવ્યા છે. દસ્તાવેજી પુરાવામાં એ પણ ખુલેલું છે કે મૂળ ખરેખર બાંગ્લાદેશના નાગરિકો જ છે. તેમની પાસે મળેલા મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓમાંથી પણ બાંગ્લાદેશી નાગરિક હોવાનું ખુલેલું છે અને તેના પુરાવા પણ મળેલા છે.
અત્યાર સુધીમાં 200 થી 250 જેટલા બાંગ્લાદેશીઓ, જેમની પાસે ડોક્યુમેન્ટ્સ નથી અથવા છે તો ભારતીય છે કે બાંગ્લાદેશી છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે. આજરોજ 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેન્શનમાં લેવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, આઠ મહિલાઓ અને છ માઇનોર છે.