(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | આ સાયકલ કોની?
સરસ્વતી સાધના યોજનાની સાયકલોમાં નવી ગોલમાલ આવી છે સામે. 2023ના શાળા મહોત્સવમાં આપવાની સાયકલો ભંગાર થઈ છે ત્યારે તેના ઉપર હવે નવું રંગરોગાન કરી સાયકલોને ચમકાવવામાં આવી રહી છે. એક તરફ મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોનું વિતરણ અટકાવવા સૂચના અપાઈ છે ત્યારે બીજી તરફ ગાંધીનગરના સેક્ટર 3માં ગાંધીનગર તાલુકાની આ સાયકલોનું રંગરોગાન કેમ કરાવવામાં આવી રહ્યું છે તે ખબર નથી પડી રહી. આ મુદ્દે સરકારના અધિકારી, મંત્રીઓ કે સાયકલ ખરીદનાર ગ્રીમકો કંઈ ફોડ પાડવા તૈયાર નથી. ગુજરાત સરકાર સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં પ્રવેશેલી બાળાઓને અભ્યાસમાં મદદરૂપ થવા સાયકલ આપે છે. એસસી, એસટી, ઓબીસી અને વિચરતી જાતી સમુદાયની બાળાઓ માટે આ યોજના વર્ષ 1999થી અમલમાં છે. 2023માં બાળાઓને આપવા માટે સરકારે અંદાજિત 2 લાખ સાયકલ ખરીદી હતી પરંતુ આજ દિવસ સુધી તેનું વિતરણ થયું નથી. મુખ્યમંત્રીએ શાળા ખરીદીની થયેલી તમામ પ્રક્રિયાની ફાઈલ મંગાવીને શાળાનું વિતરણ ન કરવાની સૂચના આપી હતી.