Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
ગીર સોમનાથ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં આપવાની કીટ બારોબાર સગેવગે કરી દેવાયાનો ઘટસ્ફોટ થયો.... વેરાવળના ડારીના યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને આપવાની ટુલ કીટ બારોબાર વેચી માર્યાનો આરોપ લાગ્યો છે.... કલેકટરની તપાસમાં ટુલ કીટ વેચી નાંખી 17.12 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું.... આખરે ગ્રીમ્કોના મેનેજર અંકિત શાહે યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ બાંભણિયા વિરૂદ્ધ આર્થિક ઉચાપતની પોલીસમાં ફરિયાદ નોંધાવી... જેના આધારે પોલીસે જગદીશ બાંભણિયાની ધરપકડ કરી છે....





















