હું તો બોલીશ: વીજળી બોર્ડની નફ્ફટાઈ
અમરેલીના ધારીના કેનાલપરા ગામે PGVCLપર ગંભીર આરોપ લાગ્યો છે. કેનાલપરા ગામની વાડીમાંથી ગઈકાલે દેવચંદભાઈ પોલરા નામના વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા અને આરોપ છે કે, તેમના પર PGVCLનો જીવંત વાયર પડ્યો અને તેમને જોરદાર કરંટ લાગ્યો.જેથી તેમનું મૃત્યુ થયું. PGVCLની બેદરકારીને કારણે જીવ ગયો હોવાના આરોપ સાથે અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના ગુનાટા ગામમાં વીજળી બોર્ડના પાપે કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયું હતું. જમકુબેન રાઠવા નામની આ મહિલા પોતાના ખેતરમાંથી ઘાસ લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે MGVCLનો જોખમી રીતે લટકી રહેલો એક વાયર તેમને અડી ગયો અને જોરદાર કરંટ લાગતા જમકુબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.





















