Hun To Bolish LIVE | હું તો બોલીશ : શાળાને કેમ લાગ્યા તાળા ? | ABP ASMITA LIVE
અંગ્રેજી માધ્યમ અને ખાનગીકરણના કારણે ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યા છે....રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી નવી ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયા જ રોકી દેવામાં આવી છે....અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં ધોરણ 9થી 12ના 170 જેટલા વર્ગના પાટીયા પડી ગયા છે....સમગ્ર રાજ્યની વાત કરીએ તો અંદાજે વર્ષે 400થી 500 વર્ગો બંધ થાય છે....સામે ખાનગી શાળા ઠેર ઠેર ખુલવા લાગી છે....અમદાવાદ સહિત રાજ્યમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓ જ્યાં ચાલતી હતી તે બંધ કરી નવા નામ સાથે ખાનગી શાળા શરૂ થઈ ગઈ છે....ગ્રાન્ટેડ શાળામાં વર્ગદીઠ સંખ્યા નક્કી કરવામાં આવેલી છે....જેમાં શહેરી વિસ્તારમાં એક કરતા વધુ વર્ગ હોય ત્યાં 60+36 અને ગ્રામ્ય વિસ્તાર માટે 60+24ની વિદ્યાર્થી સંખ્યા જાળવવાની હોય છે....આ સંખ્યામાં ઘટાડો થાય તો ડીઈઓ મારફતે સુનાવણી હાથ ધરી વર્ગ બંધ કરવામાં આવે છે....અત્યારે વાલીઓ પણ તેમના સંતાનોને ખાનગી શાળામાં જ અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખે છે....