Ahmedabad Dog Attack News: અમદાવાદમાં પાલતું શ્વાને કાળો કેર વર્તાવ્યો, 4 મહિનાની બાળકીનું મોત
સોસાયટીઓમાં પાલતુ શ્વાન રાખનાર માટે લાલબત્તી સમાન કિસ્સો. વાત છે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીની. જયાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી કાઢી. પાલતું શ્વાનના હુમલામાં બાળકીનું મોત થયું.
ગત રાત્રે એક યુવતી પાલતુ રોટવીલર શ્વાન લઈને પાર્કિંગમાં આવી. જે દરમિયાન તે ફોનમાં વ્યસ્ત હતી અને શ્વાને કહેર મચાવ્યો. આસપાસમાં ઉભેલા બાળકો અને ત્યાં હાજર લોકોમાં દેડધામ મચી ગઈ.. જેના સીસીટીવી બહાર આવ્યા. 4 માસની બાળકી પર હુમલો કર્તા તેની માસી બાળકી સાથે નીચે પટકાઈ. અને શ્વાને બાળકીને બચકા ભર્યા. જે બાદ બાળકીનું મોત થયું..
આ ઘટના બાદ સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો. આ પહેલા પણ અહીં શ્વાને અન્ય લોકો પર હુમલો કર્યો હતો. ત્યારે શ્વાનના માલિકને પણ કડક સજાની સ્થાનિકો માગ કરી રહ્યા છે. અને પોલીસમાં આ અંગે અરજી આપવામાં આવી. જો કે શ્વાનનું કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન પણ ન કરાયાનો ખુલાસો થયો.
જે બાદ AMCની cncd વિભાગની ટીમે હુમલાખોર શ્વાનને પકડ્યો. શ્વાનના માલિકે તેને મેમનગરની કમલ સોસાયટીમાં છુપાવ્યો હતો.. જ્યાંથી શ્વાનને પકડી લવાયો. જો કે અમદાવાદમાં ચાલુ વર્ષે એપ્રિલ માસ સુધીમાં જ કુલ 26 હજાર 643 લોકો પર શ્વાને હુમલો કર્યાની માહિતી મળી રહી છે..




















