(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad| રાજકોટના અગ્નિકાંડ બાદ મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કરાઈ મોટી કાર્યવાહી
Ahmedabad| રાજકોટના અગ્નિકાંડ બાદ મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કરાઈ મોટી કાર્યવાહી
રાજકોટની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર NOC વિના ચાલતા એકમો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેના પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરમાં તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. આજે શુક્રવારે બીયુ પરમિશન અને ફાયર NOCને લઈને 226 મિલકતોને તપાસી કુલ 15થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં કુલ 703 જગ્યાઓને તપાસી કરી 93થી વધુ મિલકતો સીલ કરી છે.
આજે શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા સિંધુભવન રોડ ઉપર તાજ હોટલની આસપાસ આવેલી મિલકતોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કર્ણાવતી ક્લબ રોડ પર કાલી બારી મંદિર પાસે આવેલું અર્બન ચોક સીલ મારવામાં આવ્યું છે. ગેરકાયદેસર રીતે આખું અર્બન ચોક ઉભુ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પરવાનગી લીધા વિના આખું અર્બન ચોક છેલ્લા અનેક સમયથી ચાલતું હતું. આ ઉપરાંત ક્રશ કેફે પણ ગેરકાયદેસર રીતે ઊભું કરી દેવામાં આવ્યું હતું. તાજ હોટલ નજીક આવેલા બે TEA POST પોસ્ટ પણ બીયુ પરમિશન અને ફાયર વિના ચલાવવામાં આવતા હતા.