Ahmedabad: રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
Ahmedabad: રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે. જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર પહોંચી છે. અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે.
ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે.





















