Ahmedabad Airport | અમદાવાદ એરપોર્ટ પર રીક્ષા ચાલક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે છૂટા હાથની મારામારી
Ahmedabad Airport | અમદાવાદ એરપોર્ટ પર છુટ્ટા હાથની મારામારી. એરપોર્ટ સિક્યોરિટી અને ઑટો રિક્ષા ચાલક વચ્ચેની મારામારી. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા પાંચ મહિનાથી ઓટો રીક્ષા ચાલકો અને એરપોર્ટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે અણ બનાવો સતત બનતા રહે છે. અગાઉ પણ ઑટો રિક્ષા ચાલકો દ્વારા ટાઉટિંગના કિસ્સાઓમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા રોકવામાં આવતા તેમના પર હુમલા થયા ના બનાવો સામે આવ્યો. છેલ્લા બે દિવસ થી ફરીથી સિક્યોરિટી ગાર્ડ અને ઓટોરિક્ષાચાલકો વચ્ચે વાતાવરણ ગરમાયું છે . જેમાં ગઈકાલે મોડીરાત્રે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતનું સૌથી વધુ કનેક્ટિવિટી ધરાવતો અને સૌથી મોટું એરપોર્ટ એવું અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ.





















